સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં નવમાં નોરતે શ્રીરામચરિતમાનસપાઠ અને શ્રીવાલ્મીકી રામકથાના વિરામ થયા વિજયાદશમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરમાં ધ્વજાજીનું પૂજન, ગૌશાળામાં ગાયોનું પૂજન અને તુલાદાન તથા યજ્ઞશાળામાં વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ તથા બપોર પછી દ્વારકા જગત મંદિરે દ્વારકાધીશજીને ધ્વજારોહણ કરીને 42મા નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પવન દિવસે સાંદીપનિ ગૌશાળામાં પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય રાઘવાચાર્યજી તથા આવેલા અતિથીઓ દ્વારા ગૌમાતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય રાઘવાચાર્યજી મહારાજએ તુલાદાન વિધિ કરીને ગાયોને લીલોચારો, સુકોચારો, ગોળ, લાડવા ખવડાવ્યા હતા.
પોરબંદરમાં 42મા નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું સમાપન કરાયું

You Might Also Like
Follow US
Find US on Social Medias