જૂનાગઢમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનોના પાક વીમા મુદ્દે સવાલો
કોંગ્રેસ આગેવાનોએ સંયુક્ત PC યોજી સરકાર પર કર્યા આક્ષેપ
- Advertisement -
વર્ષ 2018-19માં ખરીફ કપાસમાં પાક વીમામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઇ જોટવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઇ જે.અમીપરા, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયા અને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડીયા દ્વારા એક પ્રેસ યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા પાક વિમા મુદ્દે સવાલો ઉભા કરીને ભ્રષ્ટ્રાચાર થયા હોવાના આક્ષેપો કર્યા હતા. પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલમાં આવી ત્યારી તેના પર સતત સવાલ ઉભા થઇ રહ્યા છે. પહેલા ખૂબ જ ઉંચુ પ્રિમીયમ ચુકવવાના બાબતે સવાલ ઉભાર યા ત્યારબાદ ચાર વર્ષ 2016-17 દુષ્કાળગ્રસ્ત, વર્ષ 2017-18 અતિવૃષ્ટિનો માર, વર્ષ 2018-19 દુષ્કાળગ્રસ્તને વર્ષ 2019-20 અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા અને તેની સામે સરકારે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ કે, દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં સૌરાષ્ટ્રના કેટલાય ગામો દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિમાં સરકારે સ્પેશ્યલ પેકેજ આપ્યા દા.તા.ખેડૂતોને થયેલ પાક નુકશાનનું વળતર પેટે વર્ષ 2018-19માં રૂા.3750 કરોડનું સરકારે આર્થિક પેકેજ આપ્યુ પણ તેમ છતા ખેડૂતોનો હકકનો પાક વિમો ખાનગી પાક વિમા કંપનીઓને ન આપ્યો કે સરકાર ન અપાવી શકી એટલે ગુજરાત કિસાન કોંગ્રેસ અને જાગૃત ખેડૂત આગેવાનોએ પાક કાપણી અખતરાઓના પત્રક શોધવાનું ચાલુ કરીને આરટીઆઇમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને થયેલા અન્યાય બાબતે રાજ્ય સરકાર પાસે જવાબો માંગ્યા હતા. તેમાં પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
જિલ્લા કોંગ્રેસ તથા પ્રદેશ કિશાન કોંગ્રેસની માંગ છે કે, તા.10 ઓગસ્ટ-2020ના દિવસે જયારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના બંધ કરાવવામાં આવી ત્યારે ગુજરાતના ખેડૂતોએ વર્ષ 2020-21નું 400 થી 450 કરોડનું પાક વીમા પ્રીમીયમ ભરી દીધુ હતુ તેમના ખાતામાંથી કપાઇ ગયુ હતુ અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા બાદ આ યોજના બંધ કરવામાં આવી હતી તો આ વર્ષ 2020-21નું પ્રીમીયમ પરત આપવામાં આવે. રજૂ કરેલા હિસાબો અને સરકાર પાસે રહેલા પત્રકોન હિસાબોનું સામ સામે મેળવણુ કરવામાં આવે સાથે સાથે પત્રકોના થયેલા હિસાબો જાહેર કરવામાં આવે અને ખેડૂતોને જે કાયદેસર મળવાપાત્ર રકમ થતી હતી તે તાત્કાલીક પાકવીમા કંપનીઓ પાસેી વસુલ કરી ચુકવવામાં આવે. સરકાર દ્વારા વર્ષ 2016-17, 2017-18, 2018-19 અને વર્ષ 2019-20ના ચારેય વર્ષના પાક વિમાના પાક કાપણી અખતરાઓ પત્રક-1, પત્રક-2, પત્રક-3 અને પત્રક-4 અને એવાય અને ટીવાય જાહેર કરવામાં આવે આરટીઆઇમાં માંગવાથી આપવામાં આવે જેથી કરીને ચારેય વર્ષમાં ખેડૂતોને તેમના હકકનો કાયદેસર મળવા પાત્ર પાક વિમો હતો તેની સામે કેટલો મળ્યો અને કેટલો સરકાર સાથે મળીને પાક વિમા કંપનીઓ ખાઇ ગઇ, ચાવી ગઇ, ચરી ગઇ, ગળી ગઇ, ભ્રષ્ટાચાર કરી ગઇ તે જાહેર થઇ શકે અને હિસાબો કરી ખેડૂતોને કાયદેસરના મળવાપાત્ર પાકવીમા રકમ કંપનીઓ પાસેથી વસુલ કરી ખેડૂતોને ચુકવવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે.



