ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના કોચને લઈને મોટું અપડેટ સામે આવ્યું, રાહુલ દ્રવિડ આ સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર નહીં રહે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાશે. આ સીરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ રાહુલની કપ્તાનીમાં ઘણા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં તક આપવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ODI સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
- Advertisement -
રાહુલ દ્રવિડ સંપૂર્ણ રીતે ટેસ્ટ સિરઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી તેને IND vs SA ODI સિરઝથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ પણ દ્રવિડની વિનંતી સ્વીકારી લીધી છે. જોકે, દર વખતની જેમ આ વખતે પણ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચની જવાબદારી સંભાળશે નહીં.
Rahul Dravid won't be part of the coaching staff during ODIs vs South Africa as he will be focusing on the Test series. [Cricbuzz] pic.twitter.com/8kydWvXyfa
— Johns. (@CricCrazyJohns) December 15, 2023
- Advertisement -
આ ODI સીરિઝ માટે કોચિંગ સ્ટાફમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ ODI સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં. સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ દિગ્ગજ સિતાંશુ કોટક અને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો દ્રવિડ અને તેના માણસોની ગેરહાજરીમાં ODI ટીમની જવાબદારીઓ સંભાળતા જોવા મળશે. અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે જ્યારે રાજીબ દત્તા બોલિંગ કોચનું પદ સંભાળશે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ આ સીરીઝ દરમિયાન એક એવી ટીમની કેપ્ટનશીપ કરશે જ્યાં ઘણા ખેલાડીઓ યુવા હશે, જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જેઓ લાંબા સમય પછી વનડેમાં વાપસી કરશે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર જેવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન મળી શકે છે.