ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવખત એવું બન્યું છે કે શાસક પક્ષ ભાજપ્ના તમામ કોર્પોરેટરને પાર્ટી સંકલન મિટિંગમાં મોબાઇલ ફોન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ! આ નિર્ણય મામલે જાત જાતની ચચિ થઇ રહી છે પરંતુ આ મુદ્દે જાહેર કરાયેલું અને વાસ્તવિક કારણ કંઇક અલગ હોવાની ચચિ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે સવારે 10 કલાકે મળેલી સંકલન મિટિંગમાં ભાજપ્ના તમામ કોર્પોરેટરને તેમના મોબાઇલ ફોન બહાર મુકવા ફરજ પડી હતી. આજથી આ નિર્ણયની અમલવારી શરૂ થઈ છે અને હવે કાયમી ધોરણે લાગુ રહેશે તેમ જાણવા મળે છે. વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહાપાલિકામાં લગભગ દર સપ્તાહે મળતી સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ અને દર બે મહિને મળતી જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને અને શહેર સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ મળતી હોય છે
બોર્ડ મિટિંગમાં અમુક કોર્પોરેટર્સ મહત્વની દરખાસ્તો અંગે ચર્ચામાં જોડાવાને બદલે મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોવાના દૃશ્યો મીડિયામાં વાયરલ થતા મિટિંગમાં મોબાઇલ ઉપર પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો.
સંકલન મિટિંગમાં મોબાઇલ પર પ્રતિબંધ
