By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    8 minutes ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    9 minutes ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    10 minutes ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    12 minutes ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 minutes ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આટકોટના નિર્ભયા કાંડનાં આરોપીનો પોલીસ પર હુમલો : પોલીસે કર્યું બે રાઉન્ડ ફાયરીંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આટકોટના નિર્ભયા કાંડનાં આરોપીનો પોલીસ પર હુમલો : પોલીસે કર્યું બે રાઉન્ડ ફાયરીંગ
રાજકોટ

આટકોટના નિર્ભયા કાંડનાં આરોપીનો પોલીસ પર હુમલો : પોલીસે કર્યું બે રાઉન્ડ ફાયરીંગ

Khaskhabar Editor
Last updated: 2025/12/11 at 4:14 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

રિકવરી પંચનામું પૂર્ણ કર્યા બાદ હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા પોલીસે પગમાં બે ગોળી ધરબી પકડી લીધો 

બંનેને આટકોટ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા : આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ જિલ્લાના આટકોટમાં ’નિર્ભયા કાંડ’ જેવા જધન્ય અપરાધને અંજામ આપનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાના ઇરાદે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. આ જીવલેણ હુમલામાં એક હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગતાં તે પકડાયો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીના એચ.સી. ગોહિલએ આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુરનો અને હાલ જસદણના પીપળીયા ગામની સીમમાં રહેતો આરોપી રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસિંગ ડુડવા આટકોટ પોલીસ મથકના દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુન્હામાં પોલીસ કસ્ટડી હેઠળ હતો. કોર્ટમાંથી આરોપીના 15 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ગુનાની તપાસના કામે પુરાવા એકત્રિત કરવા અને ગુન્હામાં ઉપયોગ થયેલ મુદામાલ – લોખંડનો સળીયો – કબજે લેવા માટે એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની સૂચનાથી પોલીસ સ્ટાફ ગઈકાલે રાત્રે જુના પીપળીયા ગામની સીમમાં પહોંચ્યો હતો.
રાત્રે 8:40 વાગ્યે પોલીસ ટીમ બે પંચને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીએ બતાવેલ જગ્યાએથી રાત્રે 9:00 વાગ્યે લોખંડનો સળીયો કબજે કરવાની પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પંચનામું પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટાફ આરોપીને સરકારી ગાડીમાં બેસાડવા માટે લાવતો હતો, તે જ સમયે અચાનક આરોપી રેમસિંગે ત્યાં નજીકમાં જ પડેલું લોખંડના હાથાવાળું ધારીયું ઉઠાવી લીધું અને પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાના ઇરાદે પોલીસ સ્ટાફ પર જીવલેણ હુમલો કર્યો.
આરોપીએ સાથેના પોલીસ કર્મચારી ધર્મેશ બાવળીયા (હેડ કોન્સ્ટેબલ)ને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ધારીયાનો ઘા મારવા પ્રયાસ કર્યો હતો. ધર્મેશભાઈએ સમયસૂચકતા વાપરી માથું નમાવી લેતા તેમને ડાબા હાથના બાવડા ઉપર ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ આરોપીએ તુરંત જ બીજો ઘા છાતીના ભાગે માર્યો હતો અને “ચલા જાવ માર દુંગા, ચલા જાવ માર દુંગા” તેવી જોર જોરથી રાડો પાડી જનુનથી સ્ટાફ ઉપર હુમલો કરી મારી નાખવા માટે ધારીયું મારવાની કોશીષ કરી હતી.
પોલીસ પર થયેલા આ જીવલેણ હુમલા અને આરોપીના ભાગવાના ઇરાદાને જોતાં, એલસીબીના એચ.સી. ગોહિલ અને એસઓજી પીએસઆઇ કે.એમ. ચાવડાએ અન્ય અધિકારી તથા કર્મચારીઓના બચાવ માટે અને સ્વબચાવ માટે પોતાના સર્વિસ વેપનમાંથી એક-એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. બંને રાઉન્ડ આરોપીના બંને પગમાં ગોઠણથી નીચેના ભાગે વાગતા આરોપી ત્યાં જ પડી ગયો હતો. બાદમાં એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાએ સાવચેતીથી આરોપીના હાથમાંથી ધારીયું લઈ લીધું હતું.
તાત્કાલિક રાજકોટ કંટ્રોલ રૂમ અને ઉપરી અધિકારીઓને જાણ કરી, ઇજાગ્રસ્ત પોલીસકર્મી ધર્મેશભાઈ બાવળીયા અને આરોપી રેમસિંગ બંનેને સારવાર માટે પહેલા આટકોટની કે.ડી.પી. હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આરોપીએ ભાગવાના ઇરાદે પોલીસ પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ (307) હેઠળ ગુનો નોંધી આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનો પરચો જોઈ આરોપીએ કહ્યું ‘ગુજરાત તરફ દેખેંગે નહીં ’

- Advertisement -

દુષ્કર્મના ગુનામાં પકડાયેલા આરોપીએ ભાગવા માટે પોલીસ ઉપર ધારિયાથી હુમલો કરતા જિલ્લા પોલીસ સ્ટાફે બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીને ઝડપી લીધો હતો તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો પોલીસનું રૌદ્ર સ્વરૂપ જોઈ આરોપી પોપટ બની ગયો હતો અને બે હાથ જોડી માફી માંગતા કહ્યું હતું કે દુબારા કભી ભૂલ નહિ કરૂંગા, ગુજરાતમેં કભી આયેંગે નહિ કભી ગુજરાત તરફ દેખેંગે નહિ, મુજે માફ કર દો હાથ જોડું તુમ્હારા

You Might Also Like

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ

ચીનનો ડિજિટલ ચમત્કાર: સમુદ્રમાં શરૂ કર્યું વિશ્ર્વનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત ઠંડુંગાર: પારો સિંગલ ડિજિટમાં, નલિયામાં 9 ડિગ્રી સાથે સૌથી વધુ ટાઢ
Next Article 143 કરોડનાં ખર્ચે 15 કરોડ લિટરની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી
કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?