રીલ્સ બનાવવી ભારે પડી
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયામાં આજે એક વીડિયો વાઇરલ થવા પામ્યો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં વરરાજાની બાજુમાં ઉભા ઉભા એક યુવાને જોટામાંથી ફાયરિંગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જે વાઇરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકમાં ફાયરિંગ કરનાર રાજકોટના યુવક આદિત્ય વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જે બંદુકમાંથી ફાયરિંગ થયું છે તે પરવાના વાળા બંદૂક ધારક સામે પણ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી લાઈક મેળવવાની ઘેલછામાં યુવાનો જાણતા અજાણતા ગુનાને અંજામ આપી બેસતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો હતો. જેમાં એક યુવક કાળા કલરની સ્કોર્પિયો કારની પાછળ ઉભા રહી લગ્ન પ્રસંગમાં વરરાજાને બાજુમાં ઉભા રાખી જોટા વાળી બંદૂકમાંથી ફાયરિંગ કરતો જોવા મળે છે. જે વીડિયો વાઇરલ થતા પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતું. દરમિયાન આ વીડિયોમાં ફાયરિંગ કરતો શખસ આદિત્ય વાઘેલા (ઉ.વ.21) રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા ગણતરીની કલાકમાં આટકોટ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાટ ધરી હતી. પોલીસ તપાસમાં આ વીડિયો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામે દિલીપભાઈ જેબલિયાના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે 11.02.2024ના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ યુવક આદિત્ય વાઘેલાએ દિલીપભાઈ જેબલિયાના પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગ દરમિયાન ઉત્સાહમા આવી જઇ લગ્નમાં સામેલ માણસોની શારીરિક તથા માનસિક જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી પરવાના વાળી બારબોર ગનમાથી હવામા ફાયરીંગ કરી હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરી આઈ.પી.સી. કલમ 336,114 તથા આર્મ એકટ કલમ 1959ની કલમ 29(2), 30 મુજબ ગુનો કર્યો હોય જેથી આટકોટ પોલીસે આદિત્ય ભાવેશભાઇ વાઘેલા તથા દિલીપભાઇ દેવાયતભાઇ જેબલીયા સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.