VHP દ્વારા અધિવેશનનો કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં વિશ્ર્વ હિંદુ પરિષદ દ્વારા હિન્દુ સનાતની વિચારધારામાં આસ્થા ધરાવતાં વકિલો માટે એક લીગલ સેલની રચના કરવામાં આવી છે જે અંતર્ગત તાજેતરમાં અમદાવાદ નજીકના પીરાણા પ્રેરણા તીર્થધામ ખાતે એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના વકિલોએ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં મહિલા વકિલોની સંખ્યા પણ સવિશેષ રહી હતી.
આ એક દિવસીય અધિવેશનમાં સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ તેમજ અન્ય અદાલતના નિવૃત્ત ન્યાયધીશો તથા વિશ્ર્વ હિંદુ પરિષદના આગેવાનો, વિ.હી.પ. લીગલ સેલના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં વકિલો જોડાયા હતા. આ અધિવેશનમાં હિન્દુ સમાજ વિરોધી અનેક કાયદાઓ જે અંગ્રેજોના વખતથી અમલમાં રહેલા છે તથા હાલના સમયમાં ખરા અર્થમાં ભારતને આઝાદી જે અંગ્રેજોની માનસિક ગુલામીથી મળે તેવા કાયદા અંગે ચર્ચા, પ્રવર્તમાન સમયમાં હિન્દુ સમાજ ઉપર થતાં આક્રમણો વિશે વક્તવ્ય આપ્યું હતું. રાજકોટમાંથી પણ મોટી સંખ્યામાં વકિલો જોડાયા હતા.
આ તકે વિ.હી.પ. સૌરાષ્ટ્ર પ્રાંતના નિતેશભાઈ કથીરિયા, અશ્ર્વિનભાઈ ગોસાઈ, દીલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, ચેતનભાઈ આસોદરીયા, તુષારભાઈ બસલાણી, હિમાંશુભાઈ પારેખ, ચંદ્રસિંહ પરમાર, હેમલભાઈ કામદાર, અશ્ર્વિનભાઈ શેખલીયા, મહેશભાઈ સખીયા, કશ્યપ ઠાકર, ચિત્રાંગ વ્યાસ, રવિ મૂલ્યા, સાગર વાટલીયા, પારસ શેઠ, કિશોર કડોદરા, ઘનશ્યામ મકવાણા, વિજય ગોહિલ, જગદીશ પંડ્યા સહિતનાઓએ રાજકોટનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર અધિવેશનમાં હાજરી
આપી હતી.
અધિવેશનના અંતે તમામ વકિલોને પૂર્ણાહુતિ સમયે શ્રીમદ્ ભાગવત ગીતાજીનું વિતરણ કરવમાં આવ્યું હતું. આગામી દિવસોમાં જિલ્લા અને શહેર સ્તરના વિ.હી.પ. લીગલ સેલના હોદ્દેદારોની વરણી ટૂંક સમયમાં કરવામાં આવશે સાથે અનેકવિધ પ્રકલ્પો અને કાર્યક્રમો પણ સમયાંતરે યોજવામાં આવશે તેવું નિતેશભાઈ કથીરિયા પ્રચાર પ્રસાર વિભાગ વિ.હી.પ. સૌરાષ્ટ્ર પ્રાંતની યાદીમાં જણાવાયું છે.