સિફ્ટ કૌરે 50 મીટર એર રાઈફલ થ્રી પોઝીશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
એશિયન ગેમ્સ 2023ના ચોથ દિવસે ભારતીય શૂટરોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. સિફટ કૌરના ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. ઈશાએ 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ચીનની લુઈ રિયૂએ મહિલા 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.
- Advertisement -
🥈 A Shining Silver for Esha Singh! 🇮🇳🔫
18-year-old @singhesha10 #TOPSchemeAthlete won a spectacular silver 🥈 in the 25m Pistol event at the #AsianGames2022
Let's applaud her unwavering spirit 🎯🫡
- Advertisement -
Congratulations, Esha! 🌟🎯
P.S: A special shoutout to the Olympian,… pic.twitter.com/D0AkuBPIAY
— SAI Media (@Media_SAI) September 27, 2023
ચોથા દિવસનો શાનદાર પ્રારંભ
ભારતીય શૂટરોએ ચોથા દિવસનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ અને રિદ્દમ સાંગવાને ચોથ દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો. ભારતીય શૂટરોએ આ ગોલ્ડ મેડલ 25 મીટર રેપિડ ફાયર ઇવેન્ટમાં જીત્યો હતો. જયારે આ ઇવેન્ટમાં ચીનની ટીમને સિલ્વર મેડલ અને દક્ષિણ કોરિયાની ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.