By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાણી-વિલાસ કરતાં સ્વામિનારાયણ સંસ્થાના શૈક્ષણિક સંકુલમાં પણ મનમાની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાણી-વિલાસ કરતાં સ્વામિનારાયણ સંસ્થાના શૈક્ષણિક સંકુલમાં પણ મનમાની
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

વાણી-વિલાસ કરતાં સ્વામિનારાયણ સંસ્થાના શૈક્ષણિક સંકુલમાં પણ મનમાની

Khaskhabar Editor
Last updated: 2022/09/28 at 10:54 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

દીકરીની સારવાર માટે રજા લેનાર શિક્ષિકાના ઓરિજિનલ પ્રમાણપત્રો પરત આપવા ઈન્કાર

ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિવાદીત વિડીયો તો સમગ્ર સમાજને હચમચાવી જ રહ્યા છે, સાથોસાથ આ સંસ્થાઓના શૈક્ષણિક સંકુલોમાં પણ કેવી મનમાની ચાલે છે તે વાતો પણ બહાર આવવા લાગી છે. આવા જ અન્યાયનો ભોગ બનનાર મજબૂર માતા અને શિક્ષિકા ખ્યાતિ સોમૈયાના જણાવ્યા મુજબ તેઓ સ્વામિનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ફરજ બજાવે છે. તેઓ સીંગલ મધર છે અને તેમની 10 વર્ષની માસુમ દીકરીને પણ મેડીકલ રીતે ધ્યાન રાખવું પડે તેવી હાલત છે. જૂન માસમાં તેઓ સ્વામિનારાયણ ગુરૂકુળની સંસ્થામાં જોડાયા ત્યારે જ આ બધી વાત શાળાના સંચાલકોને જણાવી હતી અને તેમની દીકરીના હેલ્થ સંબંધે જરૂર પડે તો ઈમરજન્સી રજા આપવી પડશે તેવી સ્પષ્ટ વાત જણાવી હતી અને શાળા સંચાલકોએ પણ હા પાડી હતી. ખ્યાતિબેનની દીકરીની તબિયત અચાનક લથડતાં તેઓ શાળાના કો-ઓર્ડિનેટર વિશ્ર્વા મહેતા મેડમ પાસે રજા માંગવા ગયા પણ તમામ પરિસ્થિતિ જાણતા હોવા છતાંય વિશ્ર્વામેડમે અવારનવારની વિનંતી બાદ પણ રજા આપવાનો ઈન્કાર કરતાં લાચાર અને મજબૂર ખ્યાતિમેડમે સંસ્થાના એકેડેમીક હેડ શ્રીકાંત તન્નાને વાત કરી.

- Advertisement -

શ્રીકાંત તન્ના અને વિશ્ર્વા મહેત્તા સામે DEOએ કડક પગલાં ભરવા જોઈએ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના એકેડમિક હેડ શ્રીકાંત તન્ના તેમજ વિશ્ર્વા મહેતા શાળાના શિક્ષકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ પોતાની પાસે જમા કરી લેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. શ્રીકાંત તન્ના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા બાદ તેમને પરત કરતા નથી. અન્ય શાળામાં શિક્ષકો જતા ન રહે તે માટે ડોક્યુમેન્ટ જમા કરી શિક્ષકોને ફરજીયાત નોકરી કરવા માટે મજબૂર કરતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલના એકેડમિક હેડ શ્રીકાંત તન્ના તેમજ વિશ્ર્વા મહેતા વિરુદ્ધ ડીઈઓ દ્વારા કડક પગલાં ભરાવવા જોઈએ.

મહિલા કો-ઓર્ડિનેટર પણ માતાની વ્યથા ન સમજી શક્યા!
બીમાર દીકરી માટે રજા માંગનાર ખ્યાતિ સોમૈયાની દીકરીનો મેડીકલ પ્રોબ્લેમ, ખ્યાતિ સીંગલ મધર છે તે વાત અને ખ્યાતિની માતા ટિફીન બનાવવાનું કામ કરતાં હોવાથી બીમાર પૌત્રી ઉપર ધ્યાન ન આપી શકે આવી તમામ બાબતો જાણતાં હોવા છતાંય અને પોતે પણ એક મહિલા હોવા છતાંય કો-ઓર્ડિનેટર વિશ્ર્વા મહેતાનું જક્કી વલણ અને બીજાને હેરાન કરવાની માનસિકતા શિક્ષણ જગત માટે લાંછનરૂપ ઘટના માની શકાય.

- Advertisement -

કરંટ સેલેરી અને ડીપોઝીટની રકમ પણ ન આપી અન્યાયનો ભોગ બનનાર શિક્ષિકા ખ્યાતિ સોમૈયાને ભારે માનસિક આઘાત

સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલની ચોંકાવનારી ઘટના

શ્રીકાંતસરે પરિસ્થિતિની નાજુકતાને સમજીને કહ્યું કે તમે જતાં રહો, હું વિશ્ર્વામેડમ સાથે વાત કરી લઉં છું. ફરી ખ્યાતિમેડમે વિશ્ર્વામેડમને વાત કરી પણ તેઓ રજા આપવા માટે ટસના મસ ન થયા. અંતે લાચાર માતા ખ્યાતિમેડમે હું જાવ છું અને કાલથી સર્વિસ ઉપર નહીં આવું એવું જણાવીને ઘરે જતાં રહ્યા. આ ઘટનાને આઠ દિવસ જેવો સમય વિતી ગયાનું ખ્યાતિમેડમ જણાવે છે. માસુમ દીકરી માટે નોકરીને દાવ પર લગાડનાર ખ્યાતિ સોમૈયાએ સર્વિસમાં જોઈન્ટ થતાં સમયે ધો. 10, ધો. 12, ટી.વાય.ની માર્કશીટ અને ડીગ્રી સર્ટિફીકેટ જે-તે સમયે ઓરિજનલ જમા કરાવ્યા હતા, જે પરત આપવાના બદલે સંસ્થાના જવાબદારો દ્વારા મેઈલ મોકલીને ઓરિજનલ પ્રમાણપત્રો, ચાલુ માસનો પગાર અને ડીપોઝીટ સ્વરૂપના 15-16 હજાર જેવી રકમ આપવાનો ઈન્કાર કરી દીધો. સ્વામિનારાયણ ગુરૂકુળ જેવી માતબર સંસ્થાના શાળા સંચાલકોના આવા અમાનવીય વલણથી ખ્યાતિ સોમૈયાને ભારે આઘાત લાગ્યો. ખ્યાતિના જણાવ્યા મુજબ તેમની 10 વર્ષની દીકરીની અગાઉ તબિયત ખરાબ થઈ ગયા બાદ ડોકટરે સ્પષ્ટ જણાવેલું કે તાવ જેવી બીમારીને ગંભીર સ્વરૂપે લેવી. આ વાત શાળાના જવાબદારો જાણતા હોવા છતાંય એક લાચાર માતાને મેન્ટલી હેરાન-પરેશાન કરવાની રાક્ષસી વૃત્તિ કેમ ધરાવતાં હશે? એ પણ ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકો રજા ઉપર જાય ત્યારે સંસ્થા દ્વારા પગાર કટ કરવામાં આવે છે. ખ્યાતિમેડમે પણ કપાત પગારે જ રજા માંગી હોવા છતાંય રજા મંજૂર કરવામાં આવી ન હતી. હદ તો ત્યારે થઈ કે રજા આપવાના બદલે વિશ્ર્વા મહેતાએ એવું જણાવી દીધું કે ‘મારી પાસે છોકરાઓને સંભાળવા ટીચર નથી, તમારા એક બાળક માટે હું 90 બાળકોનું ન બગાડી શકું’ આવા શબ્દોના ઉલ્લેખથી ખ્યાતિમેડમ માનસિક રીતે પણ ભાંગી પડ્યાનું તેઓ જણાવે છે.

સ્વામિનારાયણ ગુરુકુળની શાળામાં શિક્ષકોનું શોષણ!
રાજકોટના ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની શાળા બાળકોને સંસ્કાર આપવા માટે નહીં પરંતુ શિક્ષકોનું શોષણ કરવા માટે પંકાતી જાય છે. અહીં શિક્ષકો પાસે ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ શિક્ષકો પાસે શૈક્ષણિક કાર્ય ઉપરાંત સંસ્થાનું ધાર્મિક કાર્ય પણ કરાવવામાં આવે છે. વળી કોઈ શિક્ષક એક દિવસની રજા રાખે તો પણ તેનો એક દિવસોનો પૂરો પગાર કાપી લેવામાં આવે છે. નિયમ મુજબની રજા પણ શિક્ષકોને આપવામાં આવતી નથી. સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના સંચાલકોની મનમાનીથી કંટાળી ઘણા શિક્ષકો અહીંથી છૂટા થઈ ગયા છે અને ઘણા શિક્ષકો છૂટા થવા ઈચ્છે છે પરંતુ તેમના ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ શાળા સંચાલકો દ્વારા જમા કરી લેવામાં આવ્યા છે અને પાછા આપવામાં આવી રહ્યા નથી એટલે અહીં નાછૂટકે નોકરી કરતા શિક્ષકો આ શાળા છોડી અન્ય શાળામાં નોકરી માટે જઈ શકતા નથી.

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

TAGGED: deo, internationschool, Rajkot, shrikanttanna, swaminarayangurukul, vishvamaheta, womenscoordinator
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વલ્લભ ભટ્ટ, નાથ ભવાન અને મીઠ્ઠું મહારાજ: ગુજરાતી ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી?
Next Article મૌલેશ પટેલ-નરેશ પટેલની બંધબારણે બેઠકથી ભારે હલચલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?