By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા, ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમેરિકા, ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
Author

અમેરિકા, ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 5:23 PM
Khaskhabar Editor 9 months ago
Share
6 Min Read
SHARE

ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

અમેરિકા ખંડ શોધાયો અને ધડાધડ યુરોપિયનો અને અંગ્રેજો, ત્યાર બાદ વિશ્ર્વના અન્ય દેશોના લોકો એ નવા શોધાયેલા દેશમાં જવા લાગ્યા. અમેરિકામાં પ્રવેશતાં લોકો યોગ્ય છે કે નહીં, એમને કેટલી સંખ્યામાં અમેરિકામાં આવવા દેવા જોઈએ, કોને પ્રવેશ આપવો ન જોઈએ, જેમને પ્રવેશ જોઈતો હોય એમનામાં શું લાયકાતો હોવી જોઈએ, આવાં બધાં કારણો એક પછી એક ખડાં થયાં અને ઈમિગ્રેશન અમેરિકા માટે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ર્ન બની ગયો.

- Advertisement -

ઈ.સ. 1492થી શરૂ થયેલ ઈમિગ્રેશનનો આ પ્રશ્ર્ન હજુ આજે પણ અમેરિકામાં ઊભો છે. આજની તારીખમાં તો ઈમિગ્રેશનનો પ્રશ્ર્ન અમેરિકામાં માટે એટલો ઉગ્ર અને અટપટો બની ગયો છે કે અમેરિકાની સરકારને એ ઉકેલવા માટે રોજેરોજ કંઈક ને કંઈક નવા નિયમો, નવા કાયદાઓ ઘડવા પડે છે. એ વાત સાચી છે કે અમેરિકા ઈમિગ્રન્ટોનો જ દેશ છે. ત્યાંના મૂળ વતની જેઓને ક્રિસ્ટોફર કોલંબસે ‘રેડ ઈન્ડિયન’ તરીકે ઓળખાવ્યા હતા એમની વસતિ હવે તો નહીંવત્ જેવી થઈ ગઈ છે. આજે અમેરિકામાં રહેતા 99.99 ટકા જેટલા લોકો બધા જ ઈમિગ્રન્ટો છે. ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશતા અને ગેરકાયદેસર રહેતા ઈમિગ્રન્ટોનો પ્રશ્ર્ન તો અમેરિકાને ખૂબ જ સતાવે છે. ‘તક અને છત’ના એ દેશની જ્યારે ખોજ થઈ ત્યારે સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસની સાથે અમેરિકામાં પ્રવેશેલા યુરોપના ખલાસીઓને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એમણે જે ત્યાં સુધી અજાણ એવા દેશની ધરતી ઉપર પગ મૂક્યો છે એ દેશ માટે ઈમિગ્રેશન એક મહત્ત્વનો પ્રશ્ર્ન બની રહેશે. આ મુજબ જ જ્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ છે અને એનો વપરાશ અમલમાં આવ્યો છે ત્યારથી અમેરિકનોનાં મનમાં એવા પણ પ્રશ્ર્ન ઊઠે છે કે શું ભવિષ્યમાં ઈમિગ્રેશન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ લેવામાં આવશે?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આમ જુઓ તો અત્યંત અટપટો વિષય છે અને જેઓને એનું જ્ઞાન છે એમના માટે એ અત્યંત સરળ વિષય છે. ચપટી વગાડતાંમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એમને સોપેલું કામ કરી આપે છે.

ભારતીયોને તો આની જાણ પણ નથી, પણ વર્ષ 2022થી અમેરિકાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઈમિગ્રેશન માટે શરૂ કરી દીધો છે. હજારોની સંખ્યામાં પરદેશીઓ અમેરિકામાં રાજકીય આશરો માગે છે. આ બધા જ અસાયલમ માગનારાઓ શું ખરેખર એમના દેશમાં યાતના ભોગવે છે? શું એમનો દેશ એવો છે કે એના દેશવાસીઓને દેશ છોડીને અન્ય દેશમાં આશરો માગવાની જરૂર પડે છે? આશરો માગનારાઓ સાચું બોલે છે કે હડહડતું જુઠ્ઠું, ઊપજાવી કાઢેલું જણાવે છે? આ સઘળું નક્કી કરવા માટે અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લે છે. કોઈ પરદેશી, જે અમેરિકામાં પ્રવેશવા ચાહે છે, ઈમિગ્રન્ટ વિઝા મેળવીને કાયમ માટે અથવા તો નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને કોઈ ખાસ કારણસર ટૂંક સમય માટે, એ પરદેશી શું બધી બાતમી સાચી જણાવે છે? એ છેતરપિંડી કરતો નથી ને? આની ખાતરી કરવા માટે પણ અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લે છે.

- Advertisement -

વર્ષ 2022થી અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ એમના આવા આવા પ્રશ્ર્નોના જવાબો મેળવવા, નિરાકારણ પામવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
વર્ષ 2024માં અમેરિકાની કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન એજન્સીએ એમના 59 કેસો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઉકેલ્યા હતા. એ જ વર્ષમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સંસ્થાએ 23 અને યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઈમિગ્રેશન સર્વિસીસે 18 કેસોનો ઉકેલ લાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સહાય લીધી હતી. જ્યારે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ પાંચ પ્રકારના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ એમના બધા ડિપાર્ટમેન્ટોના પ્રશ્ર્નોના ઉકેલ માટે કર્યો હતો.

જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું પરદેશીઓ એમને ત્યાં આશરો લેવાને યોગ્ય છે કે નહીં એનો નિર્ણય લે અથવા તો તેઓ જે જણાવે છે એ વાતો ખોટી ઊપજાવી કાઢેલી યા ભૂલ ભરેલી નથીને એની જાણકારી મેળવે અને એના આધારે નિર્ણય લઈને એ વ્યક્તિને વિઝા આપવા કે નહીં? રાજકીય આશરો આપવો કે નહીં? અમેરિકામાં પ્રવેશવા દેવો કે નહીં? એ નક્કી કરે અને જો એ પરદેશી વ્યક્તિને એ નિર્ણય માન્ય ન હોય તો તેઓ કયા ગ્રાઉન્ડ ઉપર, કયા કારણસર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે નક્કી કરેલ એ નિર્ણયને અપીલમાં પડકારી શકે? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા લેવાયેલા નિર્ણયને એ ખોટો છે એવું ચેલેન્જ કઈ રીતે કરી શકાય? આ એક ખૂબ જ જટિલ પ્રશ્ર્ન છે.

સૌપ્રથમ જ્યારે કમ્પ્યુટર વપરાશમાં આવ્યાં ત્યારે લગભગ બધાએ જ એનો વિરોધ કર્યો હતો, પણ ધીરે ધીરે એની ઉપયોગિતા જાણતાં અને સમજતાં એનો વિરોધ ઓછો થવા લાગ્યો અને આખરે શમી ગયો. હવે તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આપણા રોજિંદા જીવનમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે. આ મુજબ જ મોબાઈલ ફોનનો પણ વિરોધ થયો હતો, પણ આજે રસ્તે ચાલતા દરેકેદરેક માણસના હાથમાં મોબાઈલ જોવા મળે છે. મોબાઈલ વગર હવે આપણને બિલકુલ ચાલતું નથી. આ મુજબ આજે ભલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિરોધ થઈ રહ્યો હોય, એના ઉપયોગ વિશે શંકાઓ સેવાઈ રહી હોય, પણ ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ આપણા વપરાશનું એક આવશ્યક અંગ બની રહેશે. આપણાં કાર્યો, જે પૂરાં કરતાં ખૂબ લાંબો સમય લાગે છે, એ ઝડપથી, આંખના પલકારામાં આપણે પૂરા કરી શકશું. અમેરિકાની સિલિકોન વેલીમાં તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ માન્યામાં ન આવે એટલી હદ સુધી શરૂ થઈ ગયો છે. ત્યાં રોબોટ્સ રેસ્ટોરાંમાં તમને ચા-કોફી અને નાસ્તો પીરસે છે. ડ્રાઈવરો વગર મોટરો ચાલે છે. અને આવું તો કંઈકેટલુંય એ કમ્પ્યુટરની નગરી સિલિકોન વેલીમાં થઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેણે અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં પગપેસારો કર્યો છે એ થોડા સમયમાં જ એનું આગવું અંગ બની જશે તો આપણે નવાઈ પામવું ન જોઈએ.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: america, INTELLIGENCE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઇ તૈયારીઓ શરૂ
Next Article આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?