By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    8 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    11 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    8 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    8 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    8 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    10 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    8 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    11 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    10 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    10 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    10 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનેક વર્ષો બાદ શુભારંભ અને પૂર્ણાહુતિ બન્ને સોમવારે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > અનેક વર્ષો બાદ શુભારંભ અને પૂર્ણાહુતિ બન્ને સોમવારે
ધર્મ

અનેક વર્ષો બાદ શુભારંભ અને પૂર્ણાહુતિ બન્ને સોમવારે

Khaskhabar Editor
Last updated: 2024/07/27 at 7:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શ્રાવણમાં આ વખતે રક્ષાબંધન તથા જન્માષ્ટમી પણ સોમવારે જ

શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા ભક્તો કરે છે જળાભિષેક

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ભગવાન શિવની આરાધનાના અતિઉત્તમ એવા પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતનો શ્રાવણ માસ શિવભક્તો માટે વિશેષ બની રહેશે. અનેક વર્ષો બાદ આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારની સાથે શુભારંભ પણ સોમવારે અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે. આટલું જ નહીં, પવિત્ર શ્રાવણ માસના મુખ્ય તહેવારો પણ સોમવારે જ આવે છે, એટલે આ વખતનો શ્રાવણ કંઈક અલગ જ વિશેષતા સભર રહેશે. દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાતો હોય એવાં દૃશ્ર્યો સર્જાય છે. શિવજીના પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભક્તિમાં લીન બની જાય છે. ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે. ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે.

ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે, એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલાં શરૂ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.

- Advertisement -

સનાતન હિન્દુધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. શિવજીની આરાધના માટે પણ સોમવાર ખાસ મહત્ત્વપૂર્ણ ગણાય છે, જેના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજાઅર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે, કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે. એટલું જ નહીં, આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં રક્ષાબંધન પણ સોમવારે છે તો જન્માષ્ઠમી પણ સોમવારે છે.

શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે, તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે, પૂજા કરે છે અને ભગવાન સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું, જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્ત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે.

શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાનાં પત્ની તરીકે સ્વીકાર્યાં. શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં સોમવાર વ્રત, માસિક શિવરાત્રિ અને કંવરયાત્રાનું વિશેષ મહત્ત્વ છે.
ભગવાન શિવની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સત્ય-જ્ઞાન-અનંત અને સચ્ચિદાનંદરૂપે શિવતત્ત્વ પ્રસિદ્ધ છે. આકાશની માફક શિવતત્ત્વ સર્વ વ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે સગુણ તથા નિર્ગુણ. સદાશિવ-વિષ્ણુ-રૃદ્ર-બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ? જે પરમાત્માથી અવતરેલા છે, જેને વેદાંતીઓ ’શિવ’ તરીકે જાણે છે. આ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ. આમ, શિવજીનું મહત્ત્વ અનેરું છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

TAGGED: JANMASHTAMI, RAKSHABANDHAN, shravan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાંદીપુરા વાયરસ સામે તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન પૂરું પાડતાં ભૂપત બોદર
Next Article શેર માર્કેટ ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સમાં તેજી, નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?