• પૂજા કગથરા

શિયાળામાં આપણે શરીરને તો ગરમ કપડાથી સારી રીતે હુંફ આપીએ છીએ પરંતુ શરીરને અંદરથી હુંફ આપવા માટે કેટલાક ખોરાક, મસાલાનો આહારમાં સમાવેશ કરી અને કુદરતી રીતે શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકાય છે. 1) ડ્રાયફ્રુટ: દરેક ડ્રાયફ્રુટએ દરેક સીઝનમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. અંજીર શીયાળા દરમિયાન શરીરને ગરમી આપવામાં મદદરૂપ છે.
2) ખજુર/ખારેક : શીયાળામાં ખજૂરનો ઉપયોગ ઘી અથવા દૂધ સાથે કરવો જોઈએ ખજૂર અને ખારેક કેલ્શીયમ અને આયર્નથી ભરપુર હોય છે. જે બન્ને પ્રકૃતિમાં ગરમ હોય છે. તથા તે શરીરની એનર્જીમાં પણ વધારો કરે છે.
3) ઘી: ઘી એ શીયાળામાં અતિઆવશ્યક છે. ઘી અને શીયાળો એ એકબીજાના પુરક છે,ઘીમાં અસંતૃપ્ત ચરબી હોય છે. જે શરીરને ગરમ રાખવામાં ખુબ ઉપયોગી છે અને શીયાળામાં આવતી સુસ્તી ને દૂર કરવામાં મહત્વનું છે.ભેજ ના અભાવ ને લીધે શીયાળામાં ત્વચા શુષ્ક અને ખુજલીવાળી થાય છે. જેમાં ત્વચાની વૃધ્ધી અને જાળવણી માટે ઘી ખુબ જરૂરી છે.
4) મધ: શીયાળામાં મધ નો ઉપયોગ સ્વીટનર તરીકે કરવો જોઈએ,પ્રકૃતિ માં મધ કુદરતી રીતે જ હુંફાળુ હોય છે જેથી શરીરને ઠંડી સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. શીયાળામાં સનબર્નને લીધે ત્વચામાં થયેલ નુકશાનને પહોંચી વળવા માટે પણ મધ ઉત્તમ ટોનીક છે.
5) શેરડી: શેરડી એ સૌથી સારૂ ડીટોક્ષફુડ છે જે શીયાળાને લીધે ત્વચામાં થયેલ નુકશાનને પહોંચી વળવા માટે ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત શીયાળામાં થતા શરદી ,ઉધરસ કે તાવ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે પણ ઉત્તમ આહાર છે.
6) બેર/જુજુબે: શીયાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ સારી બને તે માટે જુજુએ ખુબ ઉપયોગી આહાર છે. શીયાળામાં જે બાળકો વારંવાર બીમાર પડે તે બાળકો માટે જુજુએ શ્રેષ્ઠ છે. તેમાં બધા કેલ્શીયમ અને વીટામીન-એ અને સી હોય છે તથા શરીરને જરૂરી 24 માંથી 18 એમીનો એસીડ પણ સામેલ છે.
7) આંબલી : આંબલી નો સ્વાદ ચાખવાનો વિચાર આવતા જ જીભ અને શરીર માં ઝણઝણાટી થાય છે. પરંતુ આ કુદરતી ખોરાકમાં શીયાળાની મુશ્કેલીઓ થી બચાવવા માટે ઘણી બધી અજાયબી છુપાયેલી છે, આંબ્લીએ એક મહાપાચક ખોરાક છે.
8) આમળા: આમળા એ શીયાળા નો રાજા છે માટે શીયાળા દરમીયાન આમળાને ભુલવા ન જોઈએ. આ કુદરતી ખોરાકમાં વિટામીન -સી નું ઉચ્ચસ્તર હોય છે તથા તેના એની ઓક્શીડન્ટ નો ગુણ પણ ખુબ મહત્વનો છે. આ ઉપરાંત આમળા એ એન્ટી ડાયાબીટીક એન્ટી કેન્સર અને બળતરા વિરોધી અસરો સહીતના વિવિધ ગુણ ધરાવે છે.
9) તલ-ગોળ : આ નાના તલ મોટા ફાયદાઓથી ભરેલા છે. તલ ગોળ ના લાડુ માં ચરબીયુક્ત એસિડસ સાથે સ્વાદિષ્ટ હોય છે, ત્વચાને સ્થિતીસ્થાપકતા આપે છે અને શરીરની ક્ષતિગ્રસ્ત પેશીઓને સુધારવામાં મદદ કરે છે.
10) અડદ: અડદમાં રહેલા મલ્ટીપલ ગુણો ને લીધે એ શીયાળા માં ખુબ ઉપયોગી છે. અડદ એ કુદરતી રીતે જ પ્રકૃતી થી ગરમ ગુણધર્મ ધરાવે છે શીયાળામાં હાડકા અને સ્કીન માં ઓઈલીંગ કરવાનું કાર્ય કરે છે .
11) કંદમુળ: શીયાળામાં ક્ધદમુળનો ઉપયોગ વધારે કરવો ગાજર,બટેકા શક્કરીયા, ડુંગળી, લસણ, વગેરે જેવા કંદમુળ નો ઉપયોગ વધારે કરવો જોઈએ જે પૌષ્ટીક હોવાની સાથે સાથે ઠંડીનો સામનો કરવામાં મદદરૂપ છે.
ગાજર: ગાજર એ વિટામીન એ અને બીટા કેરાટીન થી ભરેલા હોય છે. જે આ મોસમમાં થતા ફ્લુ અને અન્ય સામાન્ય ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે. લસણ: લસણ એ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક એક સરળ ખોરાક છે. તેમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરસ ના ગુણો ખુબજ મોટા પ્રમાણ માં હોય છે. લસણમાં એલિસેન નામનુ એક વિશેષ સંયોજન છે. જેમાં શક્તિશાળી ઔષધીય ગુણધર્મો છે.
આ ઉપરાંત સ્વાદમાં વધારો કરવા અને હુંફ માટે લવિંગ,તજ, આદુ, લીલી હળદર, વરીયાળી જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. ટમેટા, લીલીભાજી , સીઝનલ ફ્રુટ વગેરે ઈન્ટરનલ શરીરને નેચરલી ગ્લો આપે છે.
શીયાળામાં ઠંડીને લીધે સુસ્તી આવવી સ્વાભાવીક છે ચાલો તેને ખંખેરીને ખુબ મસ્તી કરીએ અને આહલાદક ઠંડકના સ્વાગત સાથે તંદુરસ્ત તન અને મન માટે યોગ્ય આહાર અને કસરતોનું પાલન કરીને પ્રફુલીત બનાવીએ
ALWAYS STAY POSITIVE AND CHEERFUL