5G જેવી ઝડપી સ્પીડ વાળી ઈન્ટરનેટ સેવા આપનાર એરવેવ્સની હરાજી માટેની અરજીઓ શુક્રવારે ઓછામાં ઓછા ચાર અરજદારો સાથે બંધ થઈ ગઈ છે
અરબપતિ બીઝનેસમેન ગૌતમ અદાણીનું ગ્રુપ ટેલિકોમ સ્પેક્ટ્રમ મેળવવાની રેસમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. જો કે સુત્રોએ આ જાણકારી આપી છે. આવી સ્થિતિમાં અદાણી ગ્રુપની સીધી ટક્કર મુકેશ અંબાણીના Reliance Jio અને સુનીલ ભારતીના Airtel સાથે થશે. 5G જેવી ઝડપી સ્પીડ વાળી ઈન્ટરનેટ સેવા આપનાર એરવેવ્સની હરાજી માટેની અરજીઓ શુક્રવારે ઓછામાં ઓછા ચાર અરજદારો સાથે બંધ થઈ ગઈ છે અને આ હરાજી 26 જુલાઈના રોજ થવાની છે.
- Advertisement -
અ વાતની જાણકારી રાખનાર સુત્રોએ જણાવ્યું છે કે ટેલિકોમ સ્પેક્ટ્રમની ત્રણ કંપનીઓ – જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયા એ પણ અરજીઓ કરી હતી અને સાથે જ ચોથી અરજી અદાણી ગ્રુપની આવી હતી. અદાણી ગ્રુપે હાલ જ એનએલડી અને આઈએલડીના લાઇસન્સ મેળવ્યા હતા. પણ હજુ આ વાતની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અદાણી ગ્રુપ દ્વારા પણ કોઈ સતાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પુષ્ટિ મળી શકે એમ નથી.
હરાજી માટેની અરજી કરવા માટે અરજદારોની જાહેરાત 12 જુલાઈના દિવસે કરવામાં આવશે અને તેની હરાજી ૨૬ જુલાઈથી શરુ થવા જઈ રહી છે અને સમયે ઓછામાં ઓછા 4.3 લાખ કરોડ રૂપિયાના કુલ 72,097.85 મેગહટસ સ્પેક્ટ્રમ હાજર કરવામાં આવશે.
- Advertisement -
અદાણી અને અંબાણી બંને આપણા ગુજરાતી છે અને બન્ને ઘણાં મોટા અને સફળ બીઝનેસમેન છે. જો કે આજ સુધી આ બંને ગુજરાતી બીઝનેસમેનની કોઈ પણ બીઝનેસમાં કોઈ ટક્કર થઇ નથી. અંબાણીનો બીઝનેસ ઓઈલ, પેટ્રોકેમિકલથી લઈને ટેલિકોમ સ્પેક્ટ્રમ સુધી ઘણો ફેલાયલ છે અને ત્યાં જ અદાણીનો બીઝનેસ પોર્ટ થી લઈને કોલસા, ઉર્જા વિતરણ અને હવાઈ ક્ષેત્રમાં ફેલાયેલ છે.
જો કે હવે આ હરાજી પછી આ બંને ગુજરાતીઓ સામસામે આવી શકે છે. અને એમની ટક્કર માટે મંચ તૈયાર થઈ ગયો છે. અદાણીએ હાલમાં જ પેટ્રોકેમિકલમાં પ્રવેશવા માટે એક સહાયક કંપની બનાવી છે અને ત્યાં જ અંબાણીએ ઉર્જા વ્યવસાયમાં એક યોજનાની ઘોષણા કરી હતી અને એ પછી હાલ બંને ટેલિકોમ સ્પેક્ટ્રમ સેક્ટરમાં પણ સમ સામે આવી શકે છે.