ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શહેરના બાયપાસ રોડ ચોબારી ફાટક પાસે ગઇકાલે રાત્રીના સમયે ટ્રક અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજયુ હતુ. બાયપાસ રોડ પર પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધુ હતુ. જેમાં બાઇક ચાલક આશિષ ખેતાભાઇ પરમાર નામનો રર વર્ષીય યુવાન જી.જે.32 એ.બી.5454 નંબરનું બાઇક લઇ ચોબારી ફાટક પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટ્રક સામે અથડાતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. 108ની ટીમે યુવાનના મૃતદેહને જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે
ખસેડવામાં આવેલ.