વેરાવળમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
ગોપાલ વણિકને પોલીસે ગણતરી કલાકોમાં રાઉન્ડ અપ કર્યો: મહિલાને બાથરૂમમાં કેમેરો નજરે આવતા ભાંડો ફૂટ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથમાં આજકાલ સોશિયલ મીડિયા અને મોબાઈલના રવાડે યુવાધન અવળે પાટે ચડયું હોય તેવા અનેક કિસ્સા જોવા મળી રહ્યાછે જેમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં વેરાવળના યુવકની વિકૃત માનસિકતા નો કિસ્સો સામે આવ્યો આવતા સમગ્ર વેરાવળ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને યુવાન પર ફિટકાર વર્ષી રહી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ વેરાવળ શહેરના 80 ફૂટ રિંગ રોડના પોષ વિસ્તારની જધન્ય ઘટના સામે આવી છે જેમાં યુવકના બાજુમાં રહેતા મકાનના બાથરૂમમાં સ્પાઇ કેમેરો ગોઠવી યુવાન માનસિક વિકૃતિ નો આનંદ માણવાના બદ ઈરાદાની ઘટના સામે આવી છે જયારે સ્પાઇ કેમેરો બાથરૂમની જાળીમાં ફિટ કર્યો હોવાનું મહિલાને માલુમ પડતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પોંહચયો હતો અને પોલીસે ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.
વેરાવળના ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન સામે આવતા સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને યુવાન સામે ફિટકાર વર્ષી રહી છે અને જધન્ય કૃત્ય કરનાર ગોપાલ વણિક નામના યુવક સામે પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ ઈં.ઝ એકટની કલમ 66 તેમજ ઈંઙઈ 354(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી યુવાનને પોલીસે રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો. વેરાવળ શહેરનાના 80’ફિટ રોડ વિસ્તારના પોષ એરિયાની ઘટના સામે આવી છે જેમાં પડોશીના મકાનના બાથરૂમમાં સ્પાઈ કેમેરો ગોઠવ્યો હતો અને ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં યુવાને બાથરૂમમાં સ્પાઇ કેમેરો ગોઠવી મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જયારે ગઈ સાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલ કેમેરો નજરે આવતા ભાંડો ફૂટ્યો હતો અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીને ગણતરીની કલાકોમાં રાઉન્ડઅપ કરી લીધો હતો જયારે સમગ્ર ઘટનાથી વેરાવળ શહેરમાં ખળભળાટ મચી જવા પામી છે અને યુવાન સામે ફિટકાર વર્ષી રહી છે.
સોશિયલ મીડિયાના માઘ્યમથી યુવાનોમાં માનસિક વિકૃતી વધી
આજે સોશિયલ મિડીયાના ઘેલછા પણામાં યુવાનો જાણે પોતે બેફિકર હોય તેવા અનેક કિસ્સા રોજબરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા જ અનેક કિસ્સા સામે વધુ એક યુવાનનો માનસીક વિકૃતિ ધરાવતો હોવાનો કિસ્સો વેરાવળમાં સામે આવ્યો છે. જેમાં યુવાને પડોશમાં રહેતી મહિલાના માથરૂમમાં સ્પાઇ કેમેરો લગાવી વિકૃત આનંદ માણવાનો કિસ્સો સામે આવતા પોલીસે ઠોષ કાર્યવાહી કરી યુવાનને રાઉન્ડઅપ કરી લીધો છે. આજના આ યુગમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.