ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા ગામ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ શખ્સોને પકડી પાડીને તેઓની પૂછપરછ કરતા તેઓએ લતીપર નજીકથી 25 મોટરની ચોરી કર્યાનું ખુલ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર જાંબુડીયા આર.ટી.ઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આંટાફેરા કરે છે જેથી આ જગ્યાએ પોલીસ ટીમે જઈને જાવીદ સલીમભાઇ સૈયદ, આસીફ ઇબ્રાહીમ કૈડા, અખ્તર આદમભાઇ મકરાણી (રહે. ત્રણેય વાંકાનેર) ની પુછપરછ કરતા ત્રણેયએ ટંકારાના લતીપર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાંથી 25 મોટરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે તેમની પાસેથી રૂ. 87,000 ની કિંમતની નાની મોટી પંદર મોટર મળી કુલ રૂ. 94,500 નો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારાના લતીપર નજીક કારખાનામાંથી 25 મોટરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
