સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 ગૃહિણીઓ પર સરવે હાથ ધરાયો
એક ટાણાનું ભોજન ન આપો તો ચાલે પણ મોબાઈલ વિના ન ચાલે
આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ મોબાઈલ વિના જાણે જીવન જીવવું અશક્ય થઇ ગયું છે. લગભગ એકવાર એક ટાણાનું ભોજન ન આપો તો ચાલે પણ મોબાઈલ વિના ન ચાલે. માત્ર બાળકોને જ મોબાઈલની લત હોય એવું નથી સ્ત્રી પુરુષોમાં પણ મોબાઈલની લત જોવા મળે છે. મોબાઈલ જેટલો બાળકો ઉપયોગ કરે છે એ જ રીતે સ્ત્રીઓ અને પુરુષો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, પરંતુ દરેકને મોબાઈલનો ઉપયોગ કરવાની રીત જુદી જુદી છે. ઘણી સ્ત્રીઓ મોબાઈલ શા માટે ઉપયોગમાં લે છે તે જાણવા અંગે મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 ગૃહિણીઓ પર સરવે હાથ ધરવામાં આવ્યો. જેમાંના કેટલાક પ્રશ્નોના જવાબ નીચે પ્રમાણે છે.
83% સ્ત્રીઓ એકલતા દૂર કરવા મોબાઈલ મોબાઈલનો ઉપયોગ કરે છે
67% સ્ત્રીઓ ઘરના કંકાસના કારણે માઈન્ડ ફ્રેશ કરવા મોબાઈલ વાપરે છે.
81% સ્ત્રીઓ પોતાના બાળકો સાથે મોબાઈલમાં એકટીવીટી જોઈને પોતાના બાળકો સાથે ટાઈમ પસાર કરે છે.
54% સ્ત્રીઓ ઘરે બેઠા ઓનલાઇન શોપિંગ કરવા મોબાઈલનો ઉપયોગ કરે છે.
69% સ્ત્રીઓ મોબાઈલના ઉપયોગથી વર્ક ફ્રોમ હોમથી કમાઈ રહી છે
સ્ત્રીઓ મોબાઈલમાં શું જોઈને એકલતા, હતાશા, ચિંતા, સ્ટ્રેસ દૂર કરે છે
– સિરિયલ જોવી
– કોમેડી લાઈવ શો જોવા
– મુવી જોવું
– ઇન્સ્ટાગ્રામમાં નવી નવી પોસ્ટ જોવી
– ફેસબૂકનો ઉપયોગ કરવો
– વ્હોટ્સએપનો ઉપયોગ કરવો
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એકલતા દૂર કરવાની ઘણી રીત
– સૌ પ્રથમ પોતાની જાતને પ્રેમ કરો.
– પોતાના સ્વાસ્થય માટે પણ સમય કાઢો
– મ્યુઝિક સાંભળો
– ડાન્સ જેવી પ્રવૃત્તિ કરો
– પૌરાણિક કથાઓ, લોક કથાઓ વિશે માહિતી આપો
– માનસિક અને શારીરિક શાંતિ માટે ધ્યાન, યોગા, કસરત કરી સારુ સ્વાસ્થ્ય જાળવવાના પ્રયત્ન