આતંકી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
પરશુરામ જયંતિની પૂર્વ સંઘ્યાએ જૂનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠન દ્વારા બાક રેલી યોજા હતી. સોનાપુરી પાસે પરશુરામ ચોકથી પ્રસ્થાન થયેલી રેલી મુખ્ય માર્ગો પર ફરી ઇવનગર રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે સંપન્ન થઇ હતી. જેમાં પ00થી વધુ બાક પર ભૂદેવોએ માર્ગો પર જય પરશુરામ ના નાદનો ગુંજાવર કર્યો હતો. રેલી સંપન્ન થયા બાદ ભગવાન પરશુરામજીની મહાઆરતી કરવામાં આવી હતી અને હજારો ભૂદેવોએ પ્રસાદ લીધો હતો.
આજે પરશુરામ જયંતિ નિમિતે જૂનાગઢમાં જાગાથ મંદિરથી ભૂતનાથ મંદિર સુધી શભાયાત્રા યોજાશે. શોભાયાત્રામાંબે ફલોટમાં મહામૃત્યુંજય મંત્ર અને યજ્ઞ દ્વારા વિશ્ર્વ શાંતિ માટે શ્ર્લોક મંત્રોચ્ચાર કરાશે અને રાત્રે ભૂતનાથ મંદિર ગ્રાઉન્ડમાં 11 હજાર ભૂલેવો દ્વારા સામૂહિક રૂદ્રી કરી આતંકી હુમલામાં દિવંગત થયેલા લોકોને શ્રઘ્ધાંજલી આપશે.
તળાવદરવાજા જાગાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ વર્ષે શોભાયાત્રામાં માત્ર પાંચ ફલોટ જોડાશે. જેમાંથી એક ફલોટમાં મહામૃત્યુજય મંત્રનું પઠન થશે અને બીજા ફલોટમાં વિશ્ર્વ શાંતિ માટે અને કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ થયેલા દિવંગતોના આત્માને શાંતિ અર્થે યજ્ઞ હશે. શોભાયાત્રા રૂટ પર ડીજેના બદલે વિશ્ર્વ શાંતિ શ્ર્લોકનું પઠન થશે. રસ્તારમાં રાસ ગરબાઅને દાંડિયા પણ રમવામાં આવશે નહી. ભૂદેવો શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રામાં જોડાશે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપક જયદેવભાઇ જોષીના જણાવ્યા મુજબ બપોરે શોભાયાત્રાનો પ્રારંભ થયા બાદ આઝાદ ચોક, એમ.જી.રોડ રાણાવાવ ચોક, કાળવા ચોક અને ત્યાંથી ભૂતનાથ મંદિરે સંપન્ન થશે.