ખાસ-ખબર સંવાદદાતા
વિજયભાઈ રૂપાણીનું નામ કયાંય પણ આવે એટલે દરેક રાજકોટવાસીઓના મનમાં એવી છબી ઉપસે કે આ તો આપણા પોતાના વ્યકિત. મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ દરમિયાન અને એ પહેલાં તેઓ જે પદ પર રહ્યા એમાં એમણે ભારતીય જનતા પાર્ટીના સિધ્ધાંતો, રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના આદર્શ અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદના સંસ્કારને ઉજાળ્યા અને રાજકોટના લોકોની પોતે ચિંતા કરી અને શહેરીજનોની ચિંતા દૂર કરી. આવા આપણા પોતાના અને આમ રાયસ્તરના નેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા એમનો ઋણ સ્વીકાર કરવા માટે એક નાનકડા પ્રયાસના ભાગરૂપે 8મી ઓકટોબરે સાંજે 5 વાગ્યે બીએપીએસ સ્વામિનારાયણ હોલ ખાતે રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ દ્રારા એક જાજરમાન અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.