ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ગિરનારના આંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોજાયો આંખ અને દાંતના રોગોનો નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ડો.ખોખાણીની એપેક્ષ હોસ્પિટલના સહયોગથી આ નિ:શુલ્ક કેમ્પમાં 340 દર્દીઓ લાભ લઈને શાતા સમાધિ પામ્યાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી દેશ- પરદેશના અનેક ક્ષેત્રોમાં હજારો- લાખો જરૂરિયાતમંદ, લાચાર અને દુ:ખી જીવો માટે જીવદયા અને માનવતાના અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા સહુને શાતા- સમાધિ પમાડવામાં આવી રહી છે ત્યારે આ સત્કાર્યોની શૃંખલામાં ઓર એક કડી ઉમેરતાં પારસધામ ગિરનારના પ્રાંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આંખ અને દાંતના રોગોનો નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાયો હતો.પરમ ગુરુદેવની પ્રેરણાથી કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર્સના માર્ગદર્શનમાં 340થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓના રોગોનું નિદાન કરીને એમને યોગ્ય સારવાર સાથે સફળતાપૂર્વક આ કેમ્પ સંપન્ન થયો હતો આ નિ:શુલ્ક કેમ્પનો લાભ પામવા આવેલાં જરૂરિયાતમંદ એવા 222થી વધુ આંખના દર્દીઓનું ચેકઅપ કરીને એમને યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા સાથે અનેક દર્દીઓને નિ:શુલ્ક મોતિબિંદુ ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે.
જૂનાગઢ પારસધામ ખાતે દર્દીઓ માટે આંખ અને દાંતના રોગોનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો
