રાજકોટ ગ્રામ્ય SOGનો ધોરાજી સિટીમાં સફળ દરોડો
2021માં રાજકોટમાં 330 ગ્રામ ચરસ સાથે પકડાયા બાદ ધોરાજીમાં ધંધો શરૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરફેર ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીએ ધોરાજીમાં દરોડો પાડયો હતો દરમિયાન કેપ્ટો ડોગએ આરોપીના ઘરે બાથરૂમમાંથી ગાંજો શોધી કાઢ્યો હતો 12 કિલો ગાંજો સુરતથી લાવનાર આરોપી શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર શખ્સોના રહેણાંકની ઝડતી સમયે ડોગની મદદ લેવા સુચના આપી હતી જેથી એસપી જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠલ રૂરલ એસ.ઓ.જી. પીઆઈ પારગી તથા પોપીએસઆઈ મિયાત્રાની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ નાર્કોટીક્સના ગુનામાં પકડાયેલ શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણા પોતાના મકાનમાં ચરસ, ગાજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.
જેથી તાલીમ મેળવી આવેલ ડોગ કેપ્ટો તથા ડોગ હેન્ડલર રાજેન્દ્રસિંહ રાયજાદાને સાથે રાખી આરોપીના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો ઘરમાં ગાંજો ક્યાં છુપાયેલ છે? તેની એસઓજી ટીમને જાણ નહોતી, પણ કેપ્ટો ડોગે ઘરના બાથરૂમમાં સંતાડી રાખેલ 12 કિલો ગાંજો શોધી કાઢ્યો હતો.એસ. ઓ. જી. એ રૂ.1,20,060ની કિંમતનો ગાંજો, રૂ.15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન, મળી રૂ.1,35,060નો મુદ્દામાલ કબજે કરી ધોરાજી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો અગાઉ જ્યારે તે રાજકોટના ભગવતીપરામાં રહેતો ત્યારે 2021માં બી ડિવિઝન પોલીસમાં 330 ગ્રામ ચરસ સાથે પણ પકડાઈ ચૂક્યો છે.