70થી વધુ ઉત્સાહી મહિલાઓએ ભાગ લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રસોઈ એ એક કળા છે અને ઘણાં લોકોમાં આ કળા એક શોખરૂપે હોય છે. આવા શોખીન લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ઘણાં લોકો પોતાની રસોઈ કળાને એક આવકનું સાધન પણ બનાવી ચૂક્યા છે. આવા શોખીન લોકોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન એટલે કુકીંગ શો કુકીંગ કોમ્પિટિશન. આપણું રસોડું એ એક આયુર્વેદનો ખજાનો છે. રસોઈમાં વપરાતા મરી-મસાલા એ વધતા-ઓછા અંશે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરતાં હોય છે. લોકો અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી નીત-નવી વાનગીઓ બનાવતા હોય છે અને આપણે તેને ફકત સ્વાદની દૃષ્ટિએ મૂલવતા હોઈએ છીએ પરંતુ તે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી ફરાળી વાનગી, જૈન સાત્ત્વિક વાનગી તેમજ મિલેટમાંથી બનેલી વાનગીનું ચલણ ખૂબ વધેલું જોવા મળે છે. સાથે સાથે લંચ બોક્ષ વાનગીઓની જરૂરિયાત પણ જોવા મળે છે. નલીન એન્ટરપ્રાઈઝ, રાઈઝીંગ ઈન્ડિયા અને સ્વ. ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 20-4-2025 ને રવિવારે ગીતાંજલી હોલ, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે, રાજકોટ ખાતે કુકીંગ શો કુકીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું.
આ કુકીંગ કોમ્પિટિશનમાં 70 કરતાં વધુ મહિલાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિજેતાઓમાં ગ્રાન્ડ વિનર મનીષા મોનાની સાથે એ ગ્રુપમાં કલ્પના વ્યાસ, મનીષા મોનાની, નિમીષા પૂજારા, કરુણા હરસોરા, બી ગ્રુપમાં સોનલ ત્રિવેદી, પલ્લવી ઠક્કર, માનસી ગાંધી, કરુણા હરસોરા, સી ગ્રુપમાં સુષ્મા વ્યાસ, પલ્લવી ઠક્કર, મીતા વિઠલાણી, સીમા નથવાણી, ડી ગ્રુપમાં કૌમુદી છાંટબાર, દિપ્તી મહેતા, નિશીતા દોશી, પરીતા ગણાત્રા તેમજ સૌથી નાની ઉંમરમાં દ્વિત ગણાત્રા સૌથી મોટી ઉંમરમાં ઉર્મિલા રાજાણી વિજેતા જાહેર થયેલ. જજ તરીકે કુકીંગ એક્ષપર્ટ ધૈરવભાઈ શાહની સાથે રિદ્ધિ ટાંક, જીગીશા મોદી, જલધી જાદવ, ભૃગુશી વ્યાસ, રાજવી ભાલોડી અને નિકુંજભાઈ ઉમરેટીયાએ સેવા આપેલ. આ સંપૂર્ણ આયોજનમાં કુકીંગ એક્ષપર્ટ ધૈરવભાઈ શાહ, હર્ષિલભાઈ શાહ, દમયંતીબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ ભૂમિકાબેન શાહ, ભાવિબેન મોદી, સોનલબેન શાહ, અનીતાબેન બાલવાણી, ભૂમિબેન અઘારા, રીયાબેન લોલીયાણી, સાક્ષીબેન મોદી, મિતાલીબેન ભીંડે, નિકુંજભાઈ ઉમરેટીયા, રવિભાઈ સુરાણી, પૂર્વિશભાઈ વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી.