13.50 લાખ રેકોર્ડ બ્રેક પરિક્રમાર્થીઓ આવ્યા
નાની-મોટી ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ
- Advertisement -
ગિરનાર પરિક્રમા રૂટ ભાવિકો વિના ખાલીખમ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં આ વર્ષે 13.50 લાખ ભાવિકો ઉમટી પડ્યા હતા અને અગાઉના વર્ષ કરતા સંખ્યમાં વધારો થયો હતો નિયત સમય પેહલા એક દિવસ અગાઉ શરુ કરી દેવામાં આવી હતી ભાવિકોની ભીડને ધ્યાને લઈને જેમાં ગઈકાલ ગિરનાર આસપાસ માવઠું થતા પરિક્રમાર્થીઓને થોડી ઘડી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જોકે પાંચ દિવસ સુધીમાં લાખો ભાવિકોએ પરિક્રમા હેમખેમ પૂર્ણ થતા જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે હાશકારો અનુભવ્યો હતો નાની મોટા બનાવો સિવાય કોઈ મોટી દુર્ઘટના ન બનતા રાહતનો શ્વાસ લીધો હતો.
ગિરનાર લીલી પરિક્રમામાં ઉતારા મંડળ, અન્નક્ષેત્રોના સંચાલકો અને સામાજિક સંસ્થાઓના સગયોગ અને તંત્રની તકેદરી સાથે લાખો ભાવિકોએ લીલી પરિક્રમા પૂર્ણ કરી જેમાં પોલીસ વિભાગ દ્વારા જે રીતે નવતર અભિગમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નવા અભિગમ સાથે કોઈ પણ ભાવિકને ગવડતા ન પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા યાત્રિકો સાથે સોહાર્દ ભર્યું વર્તન કરવાની પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા સૂચના અપાતા પોલીસ તંત્ર દ્વારા અનેક યાત્રિકોને મદદ રૂપ થયા હતા અને જયારે કોઈ પણ જગ્યાએ ભારે ભીડ એકઠી થઇ હોય તો એસપી ખુદ જાતે દોડીને બંદોબસ્ત જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. આજે જયારે પૂર્ણિમા ના અંતિમ દિવસે પરિક્રમા પૂર્ણ થતી હોય છે તેના બદલે ગઈકાલથી પરિક્રમા રૂટ પર પાંખી હાજરી જોવા મળી હતી જયારે આજે પરિક્રમા રૂટ પર એકલ દોકલ ભાવિકો જોવા મળ્યા હતા અને રૂટ ખાલીખમ થયો હતો ભવનાથ તળેટીમાં થોડીઘણી ચહલ પહલ જોવા મળેછે પણ સાંજ સુધીમાં ભવનાથ પણ ભાવિકોથી ખાલી થઇ જશે.
માવઠું થતા ભાવિકોએ મુશ્કેલી સાથે પરિક્રમા વહેલી પૂર્ણ કરી
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં માવઠું થતા ભાવિકો જંગલમાં કીચડ થતા ભવનાથ તરફ દોટ મૂકી હતી અને જોકે વરસાદી ઝાપટા જોરદાર પડતા જંગલના કાચા રસ્તા પાણી પાણી થયા હતા જેના લીધે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એક તરફ રસ્તા પર પાણી ફરી વળતા ભાવિકો બોરદેવી વિસ્તાર માંથી નીકળવા લાગ્યા હતા જોકે એક બે વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદ રોકાય જતા ઓછી મુશ્કેલી પડી હતી જો વધુ વરસાદ વરસ્યો હોતતો વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવત જોકે કોઈ મોટી દુર્ઘટના વગર પરિક્રમા પૂર્ણ થતા તમામ વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.