ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ ભારત દેશના માન. ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમીત શાહ સાહેબના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબના 60‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ, મહાપૂજા, ચંડીપાઠ તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ.અને અમીતભાઈ શાહના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવેલ આ પ્રસંગે સોમનાથ મહાદેવ પાસે અમિતભાઈના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી.