સિદ્ધના ધુણે હવન, શસ્ત્ર પૂજન સાથે મહા પ્રસાદનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઉપલા દાતાર જગ્યા ખાતે આવતીકાલે દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમબાપુની નિશ્રામાં દાતાર જગ્યામાં શસ્ત્ર પૂજન સાથે હવનનું યોજવામાં આવશે તેમજ દાતાર જગ્યાથી ઉપર આવેલ નવનાથ સિદ્ધ ચૌરાસી જગ્યાએ સિદ્ધનો ધુણો આવેલો છે ત્યાં સવારથી વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર યજ્ઞ યોજાશે અને યજ્ઞમાં બીડું હોમવામાં આવશે અને ત્યાર બાદ દાતાર જગ્યા ખાતે ભાવિકો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં દાતાર ભક્તો દાતાર બાપુના દર્શન કરવા પધારે છે અને ધન્ય બને છે.