દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતાપૂર્વક કંટ્રોલ કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ગઈકાલે ઘુંટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક ખાતે એકઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં મુખ્ય જોખમ એવા એલપીજી/પ્રોપેનના લીકેજ અંગેનું રિહર્સલ રાખવામાં આવ્યું હતું. ગઈકાલે સવારે 11:00 કલાકે ગેસ લીકેજ અંગેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સૌપ્રથમ ગેસ લીકેજને કંટ્રોલ કરવા કારખાના દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ એલપીજી ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ, ગુજરાત ગેસ તથા નિષ્ણાંતોને આ ઈમરજન્સીને કંટ્રોલ કોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતાપૂર્વક કંટ્રોલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતાં જિલ્લા વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીને મોરબી ખાતે એલપીજી/પ્રોપેન ગેસ સંગ્રહ કરતા હોય તેવા કારખાના માટે તાત્કાલિક જીપીસીબી દ્વારા એક સેફ્ટી સેમિનારનું આયોજન કરવા જણાવ્યું હતું અને તેમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના અધિકારીઓએ સક્રિય ભાગ લઈ અને દરેક કારખાનાને તેમના જોખમની જાણ કરી તુરંત તેની સલામતી અંગેના પગલાં લેવા પણ જણાવ્યું હતું.