ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના મુખ્ય ગણાતા એવા ગાંધી ચોક અને એમ.જી રોડ વિસ્તાર માં ઘણાં વર્ષો બાદ પાલિકા દ્વારા નવા સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરાય છે. આ રોડ સમગ્ર વર્ષ દરમિયાન ટ્રાફિક થી ધમધમતો હોઈ છે અને અહીં દર વર્ષે ચોમાસા માં 1-2 ઇંચ વરસાદ માંજ પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે.સ્થાનિક લોકોએ પાણીના નિકાલમાટે અનેકવાર રજુઆત કરી છે પરંતુ એ પ્રશ્ન હજુ હલ થયો નથી. ત્યારે મોટી શાક માર્કેટ થી લઈને છેક પાટણ દરવાજા સુધી પાલિકા દ્વારા સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ શહેરનાં ઘણા એવા વિસ્તારો અને સોસાયટીઓ છે જ્યાં દાયકાઓથી ખાડા વાળા રોડ અને શેરીઓ આવેલી છે ત્યારે લોકો દ્વારા શહેરના તમામ વિસ્તારમાં નવા રોડ બનાવમાં આવે તેવી માંગ પણ ઉઠી છે. તો બીજી તરફ શહેરનાં નમસ્તે સર્કલથી લઈને સોમનાથ સુધીનો રોડ જે શહેરનો રાજ માર્ગ હોઈ અહી રોજનાં હજારો નાના મોટા વાહનોની વરજવર થતી હોઈ છે અને જૂનાગઢ તરફથી આવતા વાહનો માટે વેરાવળ શહેર થઈને સોમનાથ જવાનો જવાનો આ મુખ્ય માર્ગ હોઈ તેવા રોડ પર પેચ વર્કનાં નામે થીગડા મારવાની કામગીરી થઈ રહી છે ત્યારે શહેરી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ આખો રોડ નવો બનાવવામાં આવે તેવી લોકોની માંગણી છે.