ચિતા ચિંતા સમાયુક્ત બિંદુ માત્ર વિશેષતા સજીવમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા
અર્થાત, ચિતા અને ચિંતા બંને સરખા છે ફક્ત એક બિંદુ નો ફરક છે ચિતા સજીવને એકવાર બાળે છે જ્યારે ચિંતા મનને સતત બાળ્યા જ કરે છે.
- Advertisement -
ડો.નિકુંજ જીલડીયા
આજે ભૌતિકવાદી વિશ્ર્વમાં જેમ નવા નવા શારીરિક રોગોનું નિર્માણ થઈ રહ્યું છે તેમ નવા નવા માનસિક રોગો પણ માણસને પોતાના સકંજામાં સાંકળતા જાય છે.આજે અલગ અલગ માણસ અલગ અલગ ચિંતાઓથી ઘેરાયેલ રહે છે પછી એ ચિંતા વ્યક્તિગત હોય,પારિવારિક હોય કે પછી સામાજિક.
જીવનમાં વ્યક્તિ ને જ્યારથી સમજણના અંકુર ફુટે છે ત્યાંથી લઈ ને છેક સ્મશાનની ચિતા સુધી ચિંતાઓથી ઘેરાયેલ રહે છે.સ્મશાનમાં જેવી રીતે ચિતા લાકડાની સાથે પાર્થિવ દેહને પણ રાખ કરી નાખે છે તેમ માણસની ચિંતા જીવનમાંથી ખુશી,એકાગ્રતા,નિર્ણય લેવાની શક્તિ અને અંતે તો માણસની આધ્યાત્મિકતા પણ રાખ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે ને
ચિંતાથી ચતુરાઈ ઘટે,
ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન
આટલું જાણતા હોવા છતાં પણ જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનું વિચારીયે છીએ ત્યારે કર્મ કરવાની જગ્યાએ આપણે પરીણામ વિશે વિચારીને એ કાર્ય પ્રત્યેની ચિંતા વધારી દઈએ છીએ.હવે ધારો કે આપણે અમુક પરીણામ ની ઈચ્છા રાખીએ છીએ પણ તે પરીણામ માટે આપણને શંકા છે અને તેથી આપણે ચિંતા કરીએ છીએ.કર્મ સંજોગે પરીણામ તો સારું જ આવે છે તો પછી આપણે કરેલી ચિંતા નો કોઈ અર્થ જ નથી રહ્યો ને ? પણ,ધારો કે આપણે જે વા પરીણામની શંકા હતી તેવું જ પરિણામ આવે છે તો પણ આપણે કરેલી ચિંતાથી આપણે પરીણામને તો ન જ ફેરવી શક્યા ને ?
તેથી એટલું તો નિશ્ર્ચિત છે કે ચિંતા કરવાથી આપણે વગર કારણે દુ:ખ અને કષ્ટ સહન કર્યા.તેથી જ વ્યક્તિએ સમજવું જોઈએ કે ચિંતા કોઈપણ પ્રકારે ઉપયોગી નથી જ પણ તે તો એક પ્રકારની આત્મહત્યા જ છે મરેલા માણસના શરીરને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તેને કોઈ જ દુ:ખ થતું નથી કારણ કે તેનામાં ચેતના નો અભાવ હોય છે પરંતુ જીવતા માણસને ચિંતા રૂપી આગનો અનુભવ થતો જ રહે છે એટલે ચિંતા અંતે શારીરિક મૃત્યુ પહેલાનું માનસિક મૃત્યુ જ છે.
આ ચિંતાઓને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ (1) વાસ્તવિક ચિંતા અને (2) કાલ્પનિક ચિંતા. વાસ્તવિક ચિંતા એટલે એવી ચિંતા કે જે એક પ્રકારે વ્યક્તિની સભાનતા અને સજાગતા દર્શાવે છે.
દાખલા તરીકે કોઈ કામ બાકી રહી ગયું હોય તો તેને આપેલ સમયમાં કઈ રીતે વ્યવસ્થિત પૂર્ણ કરવું, જ્યારે કાલ્પનિક ચિંતા એટલે એવી ચિંતા કે જેનું ભવિષ્યમાં એ ચિંતા નું કોઈ અસ્તિત્વ જ ના હોય. આ કાલ્પનિક ચિંતાને જીવનના અલગ અલગ તબક્કામાં આપણે સૌએ અનુભવ કર્યો જ હશે.
મનોવિજ્ઞાનિક લોકો તો પોતાના અભ્યાસ પરથી એમ કહે છે કે વ્યક્તિની ચિંતામાં 80% ચિંતા તો કાલ્પનિક જ હોય છે આવી કાલ્પનિક ચિંતા ને અટકાવવા સૌ પ્રથમ તો મનના આવેગોને શાંત પાડવા પડે.વ્યક્તિ જ્યારે પોતાના મનના આવેગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.
શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે તેમ સ્થિતપ્રજ્ઞ એટલે મનમાં આવતા આવેગોને જે ત્યાગી શકે છે અને સ્વંયમની આત્મનિષ્ઠ અવસ્થામાં સ્થિત બને છે તે સ્થિતપ્રજ્ઞ બને છે અને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જ જીવનમાં દુ:ખ,ચિંતા,કામ, ક્રોધ પર સંયમ મેળવી શકે છે.સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિનો ઇશ વિશ્ર્વાસ વધે છે અને પોતાની તમામ ચિંતા ભગવાનના ચરણે મૂકી નિશ્ર્ચિત પણે જીવનમાં બનતી ઘટનાઓનો સ્વીકાર કરી અડગ મને જીવન વ્યાપન કરે છે. આ અવસ્થામાં વ્યક્તિ ચિંતા ન કરતા ચિંતન કરે છે અને પોતાની તમામ વ્યથા ભગવાનના ચરણે મૂકી છે.ગીતામાં નવમા અધ્યાયમાં 22 મા શ્ર્લોકમાં કહેવાયું છે એમ,
અણધ્રળરુહ્યધ્ટ્રૂધ્ટળજ્ઞ પર્ળૈ ્રૂજ્ઞ ઘણર્ળીં ક્ષ્રૂૂૃક્ષળલટજ્ઞ । ટજ્ઞરર્ળૈ રુણટ્ટ્રૂળરુધ્રૂૂુળણર્ળૈ ્રૂળજ્ઞઉંષજ્ઞર્પૈ મવળબ્રવપ્ર ।
અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પોતાની બધી ચિંતાઓ, મુશ્ર્કેલીઓ મારા ચરણે મુકી દે છે તેની તમામ જવાબદારી હું સંભાળી લઉ છું.
આજે આપણે બધા પણ કોઈને કોઈ ચિંતાઓથી પીડાતા હોઈએ છીએ ત્યારે પહેલા તો સ્થિત પ્રજ્ઞ અવસ્થા કેળવી કોઈપણ દુ:ખ કે ચિંતાનો નિડરતાથી સામનો કરી, અધ્યાત્મમાં વિશ્ર્વાસ રાખી આગળ વધીએ તો સમય જતા આપણી ચિંતા ખૂદ ચિતા પર બળતી
નજરે ઠરશે.