ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના જીવન મંત્ર તેમજ 11 સપ્ટેમ્બર 1893 શિકાગોમા યોજાયેલ વિશ્વ મહાસભામાં પ્રવચન આપી જેમણે પોતાના વક્તવ્યથી ભારતીય સંસ્કૃતિના વિશ્વને દર્શન કરાવ્યાએ દિવસ એટલે દિગ્વિજય દિવસ. આ દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જીલ્લામાં વિવિધ સ્કુલ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ યુવાનોમાં વિવેકાનંદ સ્વામીજીના વિચારોનું સિંચન થાય તેવા આશયથી આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લીધો અને સ્કૂલના ટ્રસ્ટી, સ્કુલના પ્રિન્સીપાલ તથા સમગ્ર સ્ટાફ વિઘાર્થીઓ મીત્રોએ સારો સહયોગ આપ્યો હતો.