હજારો ભક્તોએ હનુમાન દાદાનાં દર્શન કરી દિવ્યતા અનુભવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મહારાજ આ મહાપ્રતાપી દાદાને આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે રૂદ્રાક્ષના દિવ્ય શણગાર કરાયા છે મંદિરના મહંત પૂ.વિવેક સાગર સ્વામી તથા કોઠારી પૂ.મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં દાદાને વિવિધ શણગારો કરવામાં આવે છે અને આજના દાદાના આ શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે સાથે હજારો ભક્તો સોશિયલ મિડિયાના માધ્યમથી દાદાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે તમે પણ ઘર બેઠા વોટ્સએપમાં બાલાજી દાદાના ડેઈલી દર્શન મેળવવા માટે 94849 89000 પર જય બાલાજી લખીને મોકલો અને દાદાના ડેઈલી દર્શન તથા લાઈવ આરતી નિહાળો, ઉપરોક્ત તસવીરોમાં મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના રુદ્રાક્ષના દિવ્ય શણગાર નજરે પડે છે.