‘ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકિટવીટીઝ એકટ-1985 ના, પ્રસ્તાવને એલજીની સહમતી: મંજુરી માટે ગૃહ મંત્રાલયને મોકલાયો
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં ગુનાખોરી પર લગામ કસવા માટે એલજી (ઉપ રાજયપાલ) વિનયકુમાર સકસેનાએ એક મોટી પહેલ કરી છે.
- Advertisement -
ધી ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટીઝ એકટ 1985 રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાગુ કરવાના પ્રસ્તાવ પર એલજીએ સહમતી આપી તેને મંજુરી આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે.
જે અંતર્ગત દિલ્હીની જાહેર વ્યવસ્થાને જાળવી રાખવા માટે ખતરનાક અપરાધીઓ, ગેરકાયદે શરાબ વેચનારાઓ, નશાના સોદાગરો, ટ્રાફીક કાનુન તોડનારાઓ અને સંપતિ હડપ કરનારા અપરાધીઓને સાવચેતી ખાતર કસ્ટડીમાં લેવાની જોગવાઈ છે.
દિલ્હી સરકારનાં ગૃહ વિભાગે 27 જુને ગુજરાતમાં આ કાયદાને દિલ્હીમાં લાગુ કરવા માટે કેન્દ્ર શાસીત પ્રદેશ (કાનુન) અધિનિયમની ધારા 2 અંતર્ગત સુચના ઈસ્યુ કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરી અનુમોદન માટે ઉપરાજયપાલનો મોકલ્યો હતો. હવે એલજીએ પ્રસ્તાવ પર સ્વીકૃતિ આપીને ગૃહ મંત્રાલયને મંજુરી માટે મોકલ્યો છે.