ડ્રોન સામે ફ્લેયર્સ ઝિંક્યા
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને અમેરિકા વચ્ચે ખેંચતાણ ઓછી થવાનું નામ લઈ રહી નથી. એવામાં રશિયાના ફાઈટર જેટએ સીરિયામાં 24 કલાકમાં બીજી વખત અમેરિકી ડ્રોન સામે અવરોધ ઊભા કર્યા હતા. અમેરિકી એરફોર્સના લેફ્ટનન્ટ જનરલ એલેક્સ ગ્રિનકેવિચે કહ્યું કે મોસ્કોના સૈન્ય વિમાને અમેરિકાના ખચ-9 સાથે અસુરક્ષિત અને બેજવાબદાર વર્તન કર્યું.
- Advertisement -
તેમણે જણાવ્યું કે રશિયાના વિમાનોએ અમેરિકી ડ્રોન સામે ફ્લેયર્સ ઝિંક્યા અને ખતરનાક રીતે ઉડાન પણ ભરી હતી. જેના લીધે તમામ વિમાનોની સુરક્ષા સામે ખતરો પેદા થયો હતો. ગત દિવસોમાં પણ અમેરિકાએ રશિયાના વિમાનો દ્વારા તેમના ડ્રોનની હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. 24 કલાકમાં આવી બે ઘટનાઓ બની હતી.
બ્લેક સીમાં અમેરિકી ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂૂઆતમાં અમેરિકાએ કહ્યું હતું કે એક રશિયન ફાઈટર જેટએ બ્લેક સીની ઉપર નિરીક્ષણ કરી રહેલા એક ડ્રોનના પ્રોપલર સાથે ચેડાં કર્યા હતા. જેના કારણે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જોકે મોસ્કોએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.