સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ લાલ નિશાન પર જોવા મળ્યા હતા
વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક બજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ લાલ નિશાન પર જોવા મળ્યા હતા.
- Advertisement -
બજાર ખૂલતાની સાથે જ BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તે 250થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 61,650 પોઈન્ટની નીચે ગયો હતો. નિફ્ટી લગભગ 50 પોઈન્ટના ઘટાડા બાદ 18,220 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાની શક્યતા છે.