ટ્વિટરના મેનેજમેન્ટના ફેરફાર બાદ વંશીય શબ્દોનો ઉપયોગ વધ્યો
સંયુકત રાષ્ટ્રના સ્વતંત્ર માનવાધિકાર વિશેષજ્ઞોએ સોશ્યલ મિડિયા પંચો પર નફરત ફેલાવનાર પોસ્ટ અને વંશીય ટીપ્પણીઓ પર લગામ ન લગાવવા પર ચિંતા વ્યકત કરી છે. વિશેષજ્ઞોએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટવીટર, ફેસબુક, ગુગલ, એપલ અને અન્ય મંચોના સીઈઓને કહ્યું છે કે બોલવાની આઝાદીનો મતલબ સોશ્યલ મિડીયા પર વંશીય નફરત ફેલાવવાની આઝાદી નથી.વિશેષજ્ઞોએ આ કંપનીઓએ આંતર રાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ, આવા સંદેશા અને ગતિવિધીઓનો તરત નિકાલ કરવો પડશે. જેનાથી નફરત અને ભેદભાવને પ્રોત્સાહન મળે.સ્વતંત્ર માનવ અધિકાર વિશેષજ્ઞ સંયુકત રાષ્ટ્રની માનવ અધિકાર પ્રક્રિયાનો ભાગ હોય છે તેની નિયુક્તિ યુએન માનવ અધિકાર પરિષદ કોઈ ખાસ મુદ્દે કે કોઈ દેશની સ્થિતિની તપાસ કરીને રિષાદ સોંપવા માટે કરે છે.
- Advertisement -
સોશિયલ મીડિયાની લત કિશોરોના મગજ પર કરી રહી છે ખરાબ અસર
સોશિયલ મીડિયાએ કિશોરોના મગજ પર પણ અસર કરી છે. સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેવા અને વારંવાર નોટિશીકેશન ચેક કરવાની આદત કિશોરોના મગજના આકાર બદલી રહ્યા છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મિડીયાના સતત ઉપયોગથી કિશોરોમાં દર વખતે સમાન પાસેથી પુરસ્કાર અને દંડની સંભાવના રહે છે. ભારતમાં એક સર્વે અનુસાર લોકોનું માનવુ છે કે કોરોના કાળમાં ઓનલાઈન કલાસનાં કારણે જ બાળકોને સોશિયલ મીડિયાની લત લાગી હતી.
ફેસબુકના પણ આજ હાલ: નફરતભર્યા સંદેશ, ભેદભાવ અને હિંસાને ઉશ્કેરતી ટીપ્પણી, વંશીય અને ધાર્મિક નફરતને પ્રેરતી!ટીપ્પણી માત્ર ટવીટર નહી બલકે ફેસબુક અને અન્ય સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ માટે પણ ચિંતાનો વિષય છે.કેટલીક કંપનીઓનો દાવો છે કે તે નફરતભર્યા સંદેશા પોસ્ટ કરવાની મંજુરી નથી આપતા પરંતુ તેમની નીતિઓ અને પ્લેટફોર્મ પર તેને લાગુ કરવામાં મોટો ગેપ છે.
- Advertisement -
ભડકાઉ વિજ્ઞાપન રોકવામાં અસમર્થ ફેસબુક: ફેસબુક પર ભડકાઉ ચૂંટણી સંબંધીત ભ્રામક જાણકારીઓ અને કાવતરા ભરેલી કથાઓ દર્શાવવામાં આવે છે.અભ્યાસ બતાવે છે કે મેટા કંપની કેટલીક વિજ્ઞાપનો પર રોક લગાવવામાં અસમર્થ છે.
વંશીય ટીપ્પણી વધી: વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે એલન મસ્કે ટવીટર ખરીદયા બાદ આ પ્લેટફોર્મ પર વંશીય શબ્દોના ઉપયોગમાં 500 ટકા થયો છે.