અગાઉ એકવાર ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ
ટેટ 2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એકવાર ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ છે. જેથી ઉમેદવારો હવે 15 જાન્યુઆરી સુધી ટેટ 2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરી શકશે.
- Advertisement -
રાજ્યના ટેટ 2ના ઉમેદવારો માટે આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પ્રથમ વાર ફોર્મ ભરવાની તારીખ 5 ડિસેમ્બર હતી હતી જેને લંબાવી 31 ડિસેમ્બર કરાઇ હતી. આ તરફ હવે આજે એટલે કે 31 ડિસેમ્બરે ફરી એકવાર આવેદન કરવાની તારીખ લંબાવી 15 જાન્યુઆરી કરવામાં આવી છે.
અગાઉ ફોર્મ ભરવાની આખરી તારીખ 5 ડિસેમ્બર હતી
17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતુ. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી 5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત અપાઈ હતી જે વધારવામાં આવી હતી. અગાઉ 31 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ફોરમ ભરી દેવાના હતા. પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરાશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે.