ખાસ-ખબર સંવાદદાતા
13 નવેમ્બર 1947ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિરના પૂન:નિર્માણનો સંકલ્પ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ, કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર તૈયાર થયું. ત્યારે સરદાર આપણી સૌ વચ્ચેથી વિદાય લઇ ચુક્યા હતા. પણ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન સરદારની આંખો કરી શકે તે માટે ખાસ સરદારની પ્રતિમા સોમનાથ મંદિરના પટાંગણમાં સ્થાપીત કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના નિર્વાણ દિન નીમીત્તે સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવી. જેમાં સોમનાથ ટ્રસ્ટના ઇનચાર્જ જી.એમ અજય દુબે સાથે અધિકારી, કર્મચારી, પુજારીશ્રી તેમજ તિર્થ પૂરોહિતો જોડાયા હતા.