– જાપાનના અબજોપતિ યુસાકુ માએજાવા સ્પોન્સર
‘બાલવીર’ ધારાવાહિકમાં નજરે પડેલ 22 વર્ષીય ભારતીય ટીવી એકટર દેવ જોશીનું ભાગ્ય ખુલ્યું છે. દેવ જોશી સ્પેસ એકસના અંતરિક્ષ યાનમાં ચંદ્રની સફર કરશે. આ ચંદ્રયાત્રામાં કોરિયાઈ પોપસ્ટાર ટીઓપી સહિત કુલ 8 લોકો જોડાશે. જાપાનનો અબજોપતિ યુસાકુ માએજાવા બધાને ચંદ્રની સફર કરાવશે.
- Advertisement -
સ્પેસ એકસ દ્વારા ડિયર મૂન મિશનની શરૂઆત થઈ ગઈ છે. આ મિશન માટે સ્ટારશિપ નામનું રોકેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મિશનમાં પાંચ બિલિયન ડોલર એટલે કે 35000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જોકે આ એક ખાનગી મિશન છે. એટલે જાપાનના અબજોપતિ યુસાકુએ તેની બધી ટિકીટો ખરીદી લીધી છે. તેમણે 2021માં દુનિયાભરમાંથી આ મિશન માટે આવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
દેવ જોષીને મળ્યો છે રાષ્ટ્રીય બાલશકિત પુરસ્કાર
આ ચંદ્રયાત્રાના મિશનમાં પસંદગી પામેલ અભિનેતા દેવ જોશી ગુજરાતી છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે પોલિટીકલ સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ અભિનયમાં હાથ અજમાવ્યો હતો. તેણે 20થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કયુર્ં છે. તેને કલા સંસ્કૃતિમાં અસાધારણ સિધ્ધિથી 2019માં રાષ્ટ્રીય બાલશકિત પુરસ્કારથી સન્માનિત કરાયો હતો.
આ લોકો જશે ચંદ્રની યાત્રાએ
દેવ જોષી ભારતીય એકટર ટીઓપી કોરિયાના પોપસ્ટાર સ્ટીવ આઓકી અમેરિકાના ડીજે બ્રેડિન હોલ અમેરિકી નિર્માતા, ટિમ ડોડ અમેરિકી યુ ટયુબર, કરીમ ઈલિયા- બ્રિટીશ ફોટોગ્રાફર, યેમી એડી- એક ગણરાજયના કલાકાર, રિયાનોન એડમ ફોટોગ્રાફરનો આ ચંદ્રયાત્રામાં યાત્રી તરીકે સમાવેશ થાય છે.
- Advertisement -
ફેશન કંપનીના માલિક છે યુસાકુ
47 વર્ષીય યુસાકુ એક ફેશન કંપનીના માલિક છે અને જાપાનનો અબજોપતિ છે. તેઓ ગત વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પણ ગયા હતા. યુસાકુએ પોતાની સાથે ચંદ્રયાત્રા માટે ઈન્ટરવ્યુના આધારે 8 લોકોની પસંદગી કરી છે.