By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    1 hour ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    4 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    1 day ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    1 hour ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    3 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    1 day ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    3 hours ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    3 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
AuthorShailesh Sagpariya

ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે

Khaskhabar Editor
Last updated: 2022/12/10 at 5:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

શ્રીમદ્ ભગવદ્ ગીતા હિંદુધર્મનો સર્વ સ્વીકાર્ય, સૌથી વધુ લોકપ્રિય ધર્મગ્રંથ છે. વેદવ્યાસજીનું આ સંકલન માત્ર 700 શ્લોકનું જ છે; પરંતુ વેદ – ઉપનિષદના સારરૂપ ભગવાનની પરાવાણી હોવાથી વિશ્વની મોટાભાગની ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે.
ગીતા ભલે ખિસ્સામાં સમાઈ જાય એટલો નાનો ગ્રંથ હોય; પરંતુ આ નાનકડા ગ્રંથ પર એટલું બધું લખાયું છે કે, એ બધું ભેગું કરીએ તો એક મોટી લાઇબ્રેરી થાય.
ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે. પરમાત્માએ આપેલા માનવદેહને સાર્થક કેમ કરવો, એની સરળ સમજૂતી ગીતામાં ભગવાને ખુદ આપી છે. ગીતાને ભગવાને માત્ર આધ્યાત્મિક ગ્રંથ જ નથી બનાવ્યો, પરંતુ વિશ્વનો સર્વોત્કૃષ્ટ મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ બનાવ્યો છે. માનવમનની વૃત્તિઓનું અદ્ભુત નિરુપણ ભગવાને આ ગ્રંથમાં કર્યું છે.
કોઇપણ માણસને રાજી કરવો હોય, તો એનું મન અને હૃદય જાણવું પડે. મન અને હૃદયમાં શું ચાલે છે, એ જાણીને એ મુજબ વર્તીએ; તો એ માણસ રાજી થાય. ગીતા ભગવાનનું મન અને હૃદય છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો ગીતાને જાણવી, સમજવી અને અનુસરવી પડે.
ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાનને કેવો ભક્ત પ્રિય છે ? કેવા સ્વભાવનો માણસ પ્રભુને ગમે છે ? એની વાતો ભગવાને કરી છે. આજે ધ્યાનથી 12મો અધ્યાય વાંચજો ભગવાને પોતાને પ્રિય હોય એવા માણસના જે જે લક્ષણોની વાત કરી છે એવા વધુમાં વધુ લક્ષણો તમને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળશે. મતલબ એ થયો કે આવા મનોદિવ્યાંગ લોકો ભગવાનની સૌથી નજીક હોય છે.
ગીતા જયંતીની સાથે સાથે આજે યોગાનુયોગ વિશ્વ વિકલાંગતા(દિવ્યાંગતા) દિવસ છે ત્યારે આપ સૌને એટલું જ કહેવું છે કે આપના પરિવારમાં કે આપની આસપાસ કોઈ મનોદિવ્યાંગ માણસ હોય તો સમજજો કે તમે ભગવાનના સૌથી પ્રિય માણસની નજીક છો.
જેમને ત્યાં મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય એ માતા-પિતા સૌથી વધુ ભાગ્યશાળી હોવા છતાં કદાચ સૌથી વધુ દુ:ખી પણ હોય છે કારણકે એમને સતત ચિંતા હોય છે કે એમની ગેરહાજરીમાં એમના બાળકનું શું થશે ? આજે ગીતા જયંતીના દિવસે મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને મુંઝવતા આ સવાલનો જવાબ આપી શકે એવી અનોખી સંસ્થાની વાત કરવી છે.
આજથી લગભગ 32 વર્ષ પહેલાં જૂનાગઢના રહેવાશી શ્રી ધીરુભાઈ પટેલ પણ એમના મનોદિવ્યાંગ દીકરા માટે એક એવી સંસ્થા શોધતા હતા જે માત્ર એના દીકરાને સાચવે એટલું જ નહિ પણ દીકરો માતા-પિતાની ગેરહાજરીમાં પોતાનું કામ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે. ઘણી સંસ્થાઓની મુલાકાત બાદ ધીરુભાઈ પટેલને સમજાયું કે હું જેવી અપેક્ષા રાખું છું એવી સંસ્થા મળવી મુશ્કેલ છે. મારા જેવી જ મુશ્કેલી બીજા ઘણા વાલીઓને હશે. આ બધા વાલીઓની સમસ્યા દૂર કરવા માટે હું પોતે જ મારા સપનાં મુજબની એક સંસ્થા ઊભી કરું. આ વિચારમાંથી જૂનાગઢમાં શ્રી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટની સ્થાપના થઈ.
જૂનાગઢના વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી આ સંસ્થા આજે ન કેવળ જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ બની ગઈ છે. આ સંસ્થામાં ભગવાનને પ્રિય છે એવા 125 મનોદિવ્યાંગ દીકરાઓને રહેવાની વ્યવસ્થા છે અને 125 દીકરા-દીકરીઓ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી રોજ આ સંસ્થામાં જીવનના પાઠ ભણવા આવે છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકો માટે ખાસ જૂનાગઢ રહેવા આવી ગયા છે અને આસપાસ મકાન રાખીને રહે છે.
આ બાળકોને સંસ્થામાં સામાન્ય શિક્ષણ તો આપવામાં આવે જ છે પરંતુ વિવિધ પ્રકારની 6થી વધુ તાલીમ અને થેરાપી દ્વારા એના જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાલીમ પામેલા 60 શિક્ષકો અને સહયોગીઓના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આ બાળકો પોતાનું કામ જાતે કરી શકે એ માટે એમને સક્ષમ બનાવી એમના માતા-પિતાની ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ દરમ્યાન તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને આ ઉજવણીમાં નાચતા, ગાતા, વગાડતા બાળકોને જુઓ એટલે તમને સાક્ષાત પરમાત્માના દર્શન થયા. આ અનુભૂતિ મે કરેલી છે એટલે કહું છું કે એકવખત મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળવાની અનુભૂતિ કરવા જેવી છે.
સુરતના બિલ્ડર, ખૂબ સારા વાંચક-વિચારક અને મારા વડીલ મિત્ર રાજુભાઈ કોશિયા (શ્રી આર.કે.પટેલ) છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાનું અદભૂત સંચાલન કરી રહ્યા છે. ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાને પોતાને પ્રિય માણસના કહેલા લક્ષણો અને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળતા લક્ષણોની સરખામણી કરનાર શ્રી આર.કે.પટેલ જ છે. મનોદિવ્યાંગ બાળકને સૌથી સારી રીતે સમજવા માટે મારા મત પ્રમાણે બે બાબત હોવી જરૂરી છે. 1. તમારા ઘરે મનો દિવ્યાંગ બાળક હોવું જોઈએ અને 2. તમને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. શ્રી આર.કે.પટેલમાં આ બંને બાબતનો સુભગ સમન્વય થયો છે અને એટલે આ માણસ નિસ્વાર્થ ભાવે છેલ્લા 5 વર્ષથી મનોદિવ્યાંગોની દિલથી સેવા કરી રહ્યો છે.
આજે ગીતાજીના પ્રાગટયદિન પર ગીતાજીને અને ગીતા ગાનારા યોગેશ્વરને તો વંદન કરીએ જ પરંતુ પ્રભુના પ્રિય મનોદિવ્યાંગ બાળકો, એમના માતા-પિતા અને આવા બાળકોની સંભાળ લેનાર સૌ લોકોને પણ વંદન કરીને સાચા અર્થમાં ગીતા જયંતીનો ઉત્સવ ઉજવીએ.

You Might Also Like

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલા: ઇર્ષા બડી ઝહરીલી
Next Article આધ્યાત્મિક વિચારો સ્વીકારવામાં મનુષ્યનાં ચાર પ્રકાર હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?