ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે હાર્દિક પટેલના આંદોલનના 1500 સાથીઓ અને કરણી સેનાના આગેવાનો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓનો સ્વગાત કાર્યક્રમ યોજાશે.
ખેલ પાડવામાં માહિર ભાજપે ચૂંટણી ટાણે જબરો ખેલ પાડી દીધી છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ તરફી વાટ પકડી હતી, પરંતુ તેમની આંદોલન સમિતિ પાસના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દૂરી બનાવી રાખી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે પાસ કન્વીનર સાથે 1500 કાર્યકરો અને કરણી સેનાના આગેવાનો ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગર કમલમ ખાતે તેઓનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
હાર્દિક પટેલના સાથીઓ ભાજપમાં જોડાશે
ગુજરાત ચૂંટણીને લઇને વધતા AAPના પ્રભાવ વચ્ચે ભાજપે માસ્ટર સ્ટોક માર્યો છે. જેમાં અમદાવાદ પાસ કન્વીનર જયેશ પટેલ, મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલ સહિતના કન્વીનરો ભાજપમાં જોડાશે. જ્યારે કન્વીનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપની તાકાતમાં વધારો થશે. કરણી સેનાના આગેવાનો પણ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે તેઓને કાર્યકરોને આવકારવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે.
હાર્દિક પટેલના કેસરિયા ધારણ કરશે
જયેશ પટેલ – પાસ કન્વીનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)
ઉદય પટેલ – પાસ કન્વીનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)
ધર્મેશભાઈ પટેલ – પાસ કન્વીનર, માણસા
યશ પટેલ – પાસ કન્વીનર, મહીસાગર જિલ્લો
રાધે પટેલ – પાસ કન્વીનર, ભરુચ જિલ્લો
બ્રિજેશ પટેલ – પાસ કન્વીનર, રાજકોટ
ભાવેશ પટેલ – પાસ કન્વીનર, ધ્રાંગધ્રા
મિલનભાઈ કાવર – પાસ કન્વીનર, હળવદ
હિલ પટેલ – પાસ કન્વીનર, ગારીયાધાર
જીતેન્દ્ર પટેલ – પાસ કન્વીનર, શહેરા
ડાહયાભાઈ પટેલ – પાસ અગ્રણી, ગોધરા
શૈલીન પટેલ – વરણામા વડોદરા પાસ
ક્રિષ્ણા પટેલ – પાસ કન્વીનર, વડોદરા
મૌલીક પટેલ – કન્વીનર – ઈડર, પાસ
મિત પટેલ – પાસ સોશીયલ મીડીયા કન્વીનર
શૈલેષ પટેલ – પાસ આગેવાન, ઉંજા