ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને જામીન આપ્યા.
મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મળતી જાણકારી અનુસાર કોર્ટે આજે એટલે કે મંગળવારે રૂપિયા 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા અને આ સાથે કોર્ટે એક શરત મૂકી છે કે જેકલીન ફર્નાન્ડિસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડીને ક્યાંય નહીં જઈ શકે.
- Advertisement -
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસનું નામ સામે આવ્યા બાદ તે મુશ્કેલીમાં ફસાઈ હતી. જેકલીન ફર્નાન્ડિસને સુખેશ ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ભેટ મળી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલીનને તેની ચાર્જશીટમાં આરોપી તરીકે નામાંકિત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સુકેશના ઠગના પૈસાનો ઉપયોગ તેને પણ કર્યો હતો.
#WATCH | Actor Jacqueline Fernandez reaches Delhi's Patiala House Court.
The Court will pronounce an order today on her bail plea in Rs 200 crores money laundering case. pic.twitter.com/ESMPQggJ4g
- Advertisement -
— ANI (@ANI) November 15, 2022
જેક્લિને આ કેસમાં જામીન અરજી દાખલ કરી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેનો વિરોધ કર્યો હતો અને એમને આરોપ લગાવ્યો હતો કે જેક્લીન તપાસથી બચવા દેશ છોડીને ભાગી શકે છે.
EDએ કરી હતી આવી દલીલ
કોર્ટમાં EDએ પોતાની દલીલમાં કહ્યું કે જેકલીન તપાસમાં સહયોગ નથી કરી રહી. અહીં સુધી કે તેણે દેશમાંથી ભાગવા માટે દરેક પ્રકારના પ્રયત્નો પણ કર્યા છે. તેણે ડિસેમ્બર 2021માં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે સવાલોનો જવાબ પણ યોગ્ય રીતે નથી આપ્યો. તેણે મોજ-મસ્તીમાં 7.14 કરોડ રૂપિયા ઉડાવી દીધા.
જેકલીને આરોપોને ફગાવ્યા હતા
ત્યાં જ જેકલીન ફર્નાન્ડિસે તેનાથી વિરુદ્ધ કહ્યું કે તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તે તપાસથી ભાગી રહી નથી. તેમજ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ પાયાવિહોણો છે. તેણીએ કહ્યું “હું સહકાર આપી રહી છું અને ED મને પરેશાન કરી રહી છે,”. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકો હંમેશા સેલિબ્રિટીઓને ગિફ્ટ આપે છે. તો તેમને કેવી રીતે ખબર પડશે કે ગિફ્ટમાં છેતરપિંડીના પૈસા છે. જણાવી દઈએ કે EDએ જેકલીનને અત્યાર સુધી 5 વખત પૂછપરછ માટે બોલાવી છે.