BCCI ભારતીય T20 ક્રિકેટના સેટઅપ સાથે ધોની ને મોટી ભૂમિકા માટે એક SOS મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે.
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું કોઈ એવું ખાસ પ્રદર્શન નથી રહ્યું અને સેમિફાઇનલમાં પંહોચીને ખૂબ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયા બહાર ફેંકાઇ હતી. આ હાર બાદ આવનાર દિવસોમાં ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો થઈ શકે છે. આ બધી વાતો વચ્ચે જાણવા મળ્યું છે કે BCCI ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. મળતા રિપોર્ટ અનુસાર BCCI ભારતીય T20 ક્રિકેટના સેટઅપ સાથે ધોની ને મોટી ભૂમિકા માટે એક SOS મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. જણાવી દઈએ કે BCCI ધોનીને ભારતીય ક્રિકેટમાં કાયમી ભૂમિકા માટે ધોનીને બોલાવવા પર વિચાર કરી રહ્યા છે.
- Advertisement -
ધોનીને મળી શકે છે મોટી જવાબદારી
ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના હેડ કોચને ત્રણેય ફોર્મેટમાં ટીમનું મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં કોચિંગના કામને વહેંચવા માટે BCCIમાં ધોનીને સામેલ કરવામાં આવી શકે છે જેના માટે પ્રયાસ ચાલી રહ્યા છે. મહિનાના અંતમાં જ એપેક્સ કાઉન્સિલ બેઠક થવાની છે જેમાં આ મુદ્દે ખૂલીને ચર્ચા કરવામાં આવી શકે છે.
BCCI is keen to use the experience of MS Dhoni, board might ask him to work with certain players in the T20 setup for bringing fearless attitude in ICC tournaments. (Source – The Telegraph)
— Johns. (@CricCrazyJohns) November 15, 2022
- Advertisement -
નોંધનીય છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે IPL 2023 બાદ જો ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લે તો જ BCCI આ મુદ્દે કોઈ નિર્ણય લેશે. ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ધોનીનું સૌથી મોટું યોગદાન હતું ત્યારે T20ની જવાબદારી તેમને જ આપવામાં આવી શકે છે.
ધોનીને ક્યારે અને કયા ફોર્મેટ માટે જવાબદારી સોંપવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પણ આ મહિનાના અંત સુધીમાં BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા કરશે.