ગર્ભ ધારણના બીજા સપ્તાહથી લઈને ભૃણના કોષો ગર્ભનાળ પાર કરી આ રીતે ગર્ભસ્થ માતાના રક્તમાં અને ફરીને શિશુના શરીરમાં અને ત્યાંથી માતાના રક્તમાં સત્તત આવન જાવન કરતા રહે છે
ગર્ભાવસ્થા દરમિયાન અગર માતાને કોઈ ઈજા થાય તો ગર્ભના આ કોષો ઈજાના સ્થળે ધસી જઇ ત્યાંની સ્થિતિને સુધારવામાં સક્ષમ એવા વિવિધ પ્રકારના કોષોમાં રૂપાંતરિત થઈ જાય છે
- Advertisement -
લે. ડો.ચેતના ભગત
ગર્ભાવસ્થા એ એક અત્યંત રહસ્યમય પ્રક્રિયાનો સમયગાળો છે. આધુનિક વિજ્ઞાનના અવિરત સંશોધનો પછી પણ તેઓ માતાના ગર્ભાશયમાં ગર્ભાધાનથી લઈ જીવના આવિર્ભાવ અને બાળકના જન્મ બાબતે જે કાઈ જાણી શક્યા છે સમજી શક્યા છે તે ન તો કેવળ ઘણું અલ્પ છે બલ્કે તે ગેરમાર્ગે દોરનારું પણ છે. હકીકત એ છે કે આયુર્વેદમાં આ બાબતે જે કાઈ કહેવામાં આવ્યું છે તેને અંતિમ સત્ય સમજવામાં જરા પણ સંકોચ રાખવો પડે તેમ નથી. ગર્ભિણીસંહિતા, વાગભટ્ટ વિગેરે આપણને આપણું માથું ઊંચું રાખી આ જગતમાં ચાલવાની ક્ષમતા આપે તેવી તાકાતો છે.
ખેર આજે અત્રે આપણે અહી એક અત્યંત રહસ્યમય અને રસપ્રદ પ્રક્રિયાની વાત કરવા તો જઈ રહ્યા છીએ પણ તેથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે આયુર્વેદમાં વાગ્ભટ્ટે આવી જ વાત અષ્ટબીંદુના નામે કરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં રહેલ ભ્રુણ રૂપ શિશુના કોષો અને ઉગઅ તેની માતાના રક્ત પ્રવાહમાં સ્થળાંતર કરીને ફરી પાછા શિશુના ભ્રુણ રૂપ શરીરમાં ફેલાઇ જાય છે. આ જ રીતે માના કોષ અને ઉગઅ પણ ભૃણમાં અને ત્યાંથી ફરીને માતાના શરીરમાં અવરજવર કરતા રહે છે. મેડિકલ સાયન્સની પરિભાષામાં તેને ફેટલ-મેટરનલ માઇક્રો કીમેરીઝમ” કહેવામાં આવે છે. આમાં જે કીમેરીઝમ શબ્દ છે તે ગ્રીક શબ્દ “કીમેરા” માથી બન્યો છે. તે ગ્રીક દંતકથાઓના એક એવા પશુનું નામ છે જેનું સર્જન બીજા અનેક પ્રાણીઓના વિવિધ અવયવોમાંથી કરવામાં આવ્યું હતું. ગર્ભ ધારણના બીજા સપ્તાહથી લઈને ભૃણના કોષો ગર્ભનાળ પાર કરી આ રીતે ગર્ભસ્થ માતાના રક્તમાં અને ફરીને શિશુના શરીરમાં અને ત્યાંથી માતાના રક્તમાં સત્તત આવન જાવન કરતા રહે છે. છેલ્લે બાળકના જન્મ પછી આ મહેના ઘણા બધા કોષો માતાના શરીરમાં રહી જાય છે અને માતાના પણ ઘણા બધા કોષ શિશુના શરીરમાં રહી જાય છે. માતાના શરીરમાં જે કોષ રહી જાય છે તે પેશીઓ, હાડકાં, મગજ અને ત્વચામાં કાયમી છાપ છોડી દે છે. અને ઘણીવાર ત્યાં તે દાયકાઓ સુધી રહે છે. જ્યારે બાળકના શરીરમાં જે કોષ રહી જાય છે તે પેંક્રિયાસ હ્રુદય અને ત્વચામાં સ્થિત રહે છે. માતાના શરીરમાં આ કોષ રહી ગયા બાદ સ્ત્રી જેટલા બાળકોને જન્મ આપે તે પ્રત્યેક શિશુમાં પેલા બાળકના કોષ પ્રવેશે છે અને તેના શરીરમાં સમાન છાપ છોડી જાય છે.
- Advertisement -
ત્યાં સુધી કે ગર્ભાવસ્થાની 9 મહિનાની પૂર્ણ અવધિ પૂરી ન થઈ હોય અને બાળક ઓછા મહિને જન્મ્યું હોય કે કોઈ સંજોગોમાં ગર્ભપાત થયો હોય તો પણ શિશુના કોષ માના શરીરમાં આ જ રીતે ભળી જઈ તેમાં ચિર સ્થાયી રહે છે. જોકે આવું કેવળ માનવીમાં નથી બનતું, ગાય, શ્વાન અને ઉંદર જેવા સસ્તન જીવોમાં આ જ પ્રક્રિયા બને છે અને સંશોધનો જણાવે છે કે જીવોમાં આ પ્રક્રિયા છેલ્લ 9 કરોડ ત્રીસ લાખ વર્ષથી બનતી આવી છે.
સંશોધન દર્શાવે છે કે કોઈ સંજોગોમાં અગર માતાના હૃદયને ઈજા થાય તો ગર્ભના આ કોષો ઈજાના સ્થળે ધસી જઇ હૃદયની સ્થિતિને સુધારવામાં સક્ષમ એવા વિવિધ પ્રકારના કોષોમાં રૂપાંતરિત થઈ જાય છે. માતાના શરીરમાં શિશુની રચના થઈ હોય ત્યારે આ જ શિશુ ગર્ભમાં રહી પોતાની માતાનું રક્ષણ કરે છે.
કેવી અદભૂત રચના છે આ!
આ જ એ રહસ્ય છે જેના કારણે ગર્ભાવસ્થા દરમિયાન અનેક બિમારીઓ અચાનક અદ્રશ્ય થવા લાગે છે. પ્રકૃતિનું આ એક અદભૂત અને અત્યંત રોમાંચક મિકેનીઝમ છે જેમાં એક માતા બેખબર રીતે કોઈ પણ કિંમતે પોતાના શિશુની રક્ષા કરતી રહે છે અને વળી બીજી તરફ એક શિશુ જે હજુ જન્મ્યું પણ નથી તે પોતાની માના પેટમાં રહી પોતાના કોષથી માની ચિકિત્સા કરતું રહે છે. અત્યંત રોચક પ્રક્રિયા છે આ જેમાં શિશુ પોતાના ઘડતર વિકાસ અને માના સ્વાસ્થ્યના રક્ષણ માટે તેને મદદ કરતું રહે છે.
એક ક્ષણ માટે ગર્ભાવસ્થા દરમિયાન માતાને જે અજીબ પ્રકારની વસ્તુઓ ખાવા માટે તડપ થાય છે તે શા માટે થાય છે? હકીકતમાં શિશુના કોષો માના રક્તમાં પહોંચી જઈ પોતાના સારા ઘડતર માટે કેટલીક ખાસ વસ્તુઓ ખાવા માને ઈચ્છા જગાવે છે. પ્રકૃતિની આટલી અકલ્પ્ય રચનાને અવગણીને આપણે ડોકટરો ડાયટેશનને ભોજન ચાર્ટ માટે પૂછવા જઈએ છીએ.
સંશોધકોએ તે વાત સ્પષ્ટ કરી છે કે બાળકના જન્મ આપ્યાના દાયકાઓ સુધી માતાના મગજમાં પોતાના શિશુના ભ્રુણના કોષો હોય છે. પણ દર્શાવ્યા છે. તે કેટલું અદ્ભુત છે?
આ એ જ રહસ્ય છે કે બાળકને જન્મ આપ્યાના દાયકાઓ પછી પોતાના બાળકની અનુપસ્થિતિમાં પણ એક માને કેવી રીતે તેના વીશે સત્તત સ્ફુરણાઓ થતી રહે છે.ગર્ભમાં રહેલ ભ્રુણ રૂપ છોકરાના ઉગઅ પણ આ રીતે માતાના શરીરમાં સ્થિત થઈ જતા હોવાથી અનેક વખત વયસ્ક સ્ત્રીના શરીરમાં પુરુષ ઉગઅ ની હાજરી જોવા મળે છે.
ખરેખરી અદભૂત વાત એ છે કે વિજ્ઞાન આ રહસ્યને સમજ્યું તે પહેલાના કરોડો વર્ષ અગાઉ પ્રકૃતિએ આ રહસ્યોનું સર્જન કર્યું હતું! અલબત્ત વિજ્ઞાનની શોધખોળ અને પ્રકૃતિ વિશેના આપણાં જ્ઞાન જેટલી જ મહત્વની કોઈ બાબત હોય તો તે આ સમગ્ર મુદ્દાના સૂચિતાર્થની છે. આ વાત એ છે કે આજના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન માતાઓ સત્તત સ્ટ્રેસ ઉઠાવે છે, અયોગ્ય આહાર લે છે અનિયમિત જીવન જીવે છે અને પરિણામે તેનું સ્વાસ્થ્ય કથળે છે ત્યારે ભ્રુણ રૂપ શિશુએ પોતાના તાજા કોષ વડે તેનો ઉપચાર કરવો પડે છે. પ્રેગ્નન્સીના નવે નવ મહિના આ દોર ચાલતો રહે છે એટલે બાળકે પૂરા સમય માટે પોતાની માતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરતા રહેવું પડે છે, આમ તેના વિકાસમાં વિક્ષેપ પડે છે. આ જ કારણસર આજકાલ અઉઇંઉ, સ્લો ગ્રોથ, ઓટિઝમ, બર્થ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકો જન્મી રહ્યા છે. આજના સમયમાં ગર્ભિણીએ જે પ્રકારનો સાચા અર્થનો માનસિક આરામ લેવાનો હોય તેના બદલે ફક્ત પડી રહી ટીવી જોયા કરે, બિનજરૂરી ટોનિક્સ વિટામિન્સ પ્રોટીન વિગેરે ઝીંક્યા કરે છે, મોબાઈલ પર અર્થહીન વાતો ચેટ કર્યા કરે છે. આ બધી બાબતોના કારણે માતા જે તણાવમાં રહે છે તેના કારણે હોર્મોન્સ મેનેજમેન્ટ પણ યોગ્ય રીતે થતું જ નથી. વાસ્તવમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં ગર્ભિણીએ જે પ્રકારની માનસિક નિવૃત્તિ લેવાની હોય છે તેવી કોઈ વાત જ નથી. આ રીતે બાળકે સત્તત પોતાની જાત અને માતાના રક્ષણ માટે ઝઝૂમવું પડે છે. તેનું પરિણામ એ આવે છે કે પ્રસૂતિ સમયે બાળકે પોતે બહાર નીકળવા માટે પ્રયત્ન કરવાના હોય છે તે એ કરી શકતું નથી. વળી બાળક આ સ્થિતિના કારણે વાસ્તવિક દુન્યવી જીવનમાં લડવાની તાકાત ગુમાવી બેસે છે. તેથી જ છેલ્લા કેટલાક સમયથી બાળકો ઘણી નાની ઉંમરે ડિપ્રેશનનો ભોગ બને છે.
આયુર્વેદ મુજબ “ઓજ” જીવનના હોવા માટે બહુ મહત્વપૂર્ણ બાબત છે અને તે હૃદયમાં અષ્ટબીન્દુની માત્રામાં હોય છે. અયોગ્ય જીવનશૈલી કે બીજી કોઈ વ્યાધિને કારણે તેની માત્રામાં સામાન્ય એવો ઘટાડો થતાં જ માતા કે બાળકના જીવન પર જોખમ ઉભુ થાય છે. અહી એક આડ વાત કરી લઉં. આપણાં હિન્દી ચલચિત્રોમાં પરાકાષ્ટાના સમયમાં એવા નાટ્યાત્મક દૃશ્ય બતાવવામાં આવે છે જેમાં ડોકટર દર્દીના સંબંધીઓને કહે છે, “હમ મા બેટે મે સે કિસી એક કો બચા સકતે હે, બોલો કિસકો બચાના હે?” વાસ્તવમાં આ એક એવો અર્થહીન પ્રશ્ન છે જે બિલકુલ અવૈજ્ઞાનિક છે. કારણ કે આવા કટોકટીના સમયમાં માતા કે શિશુ જેની પાસે અષ્ટબીન્દુ હોય છે તે બચે છે. કોને બચાવવા કે કોનો જીવ લેવો તે નિર્ણય તબીબ કે દર્દીના સ્વજનો નહી બલ્કે પ્રકૃતિ કરે છે.
આ જ કારણસર આયુર્વેદમાં ગર્ભિણીને ક્યાંય પણ આરામ કરવાનું નથી કહ્યું, પ્રસન્ન રહેવા કહ્યું છે, જેથી તે પોતાના શિશુને પોષણ આપી શકે અને શિશુએ માતાની મદદે ન જવું પડે.