બ્રિટનના મીડિયા રિપોર્ટમાં હિન્દુઓના વખાણ કરાયા
બ્રિટનની જેલોમાં 329 જેટલા હિન્દુઓ કેદીઓ: બ્રિટનમાં હિન્દુઓની સંખ્યા 9,83,000ને પાર, 47 ટકા લંડનમાં રહે છે, ખ્રિસ્તીઓ કરતા પણ વધુ કમાય છે
- Advertisement -
ઋષિ સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન બન્યા છે. જેના થોડા દિવસ બાદ બ્રિટનના હિન્દુઓ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં રહેતા મોટા ભાગના હિન્દુઓ સમજદાર, હોશિયાર અને સારા વ્યવહારના હોય છે. જોકે સાથે જ બ્રિટનની જેલોમાં પણ 329 જેટલા હિન્દુઓ કેદ છે. તેમ પણ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
વર્ષ 2021ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની વિવિધ જેલોમાં કુલ 329 હિન્દુઓ કેદ છે જે બ્રિટનમાં વસતા કુલ હિન્દુના માત્ર 0.4 ટકા જ છે. ધ ટાઇમ્સ ન્યૂઝની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટન અને વેલ્સમાં હાલ 9,83,000 હિન્દુઓ રહે છે. લંડનમાં અનેક સ્થળોએ દર્શાવવામાં આવ્યું છે કે હિન્દુઓ 500 વર્ષથી બ્રિટનમાં આવતા જતા રહ્યા છે. આ રિપોર્ટમાં સાથે હિન્દુઓની આવક અંગે પણ જાણકારી આપવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનમાં હિન્દુઓ ખ્રિસ્તીઓથી પણ વધુ કમાણી કરે છે. અનેક ડોક્ટરો પણ લંડનમાં સેવા આપી રહ્યા છે. ધ ટાઇમ્સ ન્યૂઝ દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવી છે.