By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    13 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    4 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    10 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    10 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    11 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    11 hours ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    11 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 6:14 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

રાજકોટ શિક્ષણ સમિતિના બિક્કણ ચેરમેને SRP-પોલીસ બોલાવી લીધી

ભાજપની નેતાગીરી ઊંઘે છે અને ‘આપ’ને મુદ્દાઓ આપે છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર સહિતના ડિજીટલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી સતત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક પછી એક કૌભાંડ ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની ચોકડીએ સાથે મળી યુનિફોર્મ, સ્કૂલ સ્ટેશનરી, રમતગમત સાધનો, પુસ્તકો વગેરેની ખરીદી, કશ્મીર ફાઈલ્સ મુવીના ટિકિટની મફતમાં લ્હાણી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી, સરકારી શાળા દત્તક આપવા, સરકારી ગ્રાન્ટ દુરુપયોગ તેમજ મહાનગરપાલિકાની હાઈસ્કૂલનું મકાન ખાનગી સંસ્થાને દત્તક આપવા સહિત અસંખ્ય કૌભાંડોના વિગતવાર અહેવાલો વિવિધ ડિજીટલ અને પ્રિન્ટ મીડિયમાં પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે.

અતુલ પંડિત એન્ડ કંપનીનો આડકતરો સંદેશ

- Advertisement -

‘અમને ભ્રષ્ટાચાર, ગેરવહિવટ કરવા દો, વિરોધ કરશો તો અમારી પોલીસ ઉઠાવી જશે!’

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલ અંગેના અહેવાલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આજથી દોઢ મહિના અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું આમ છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કે ઉચ્ચ સત્તાધીશો દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલની કોઈ નક્કર તપાસ કરવામાં ન આવતા કે જવાબદાર પર પગલાં ભરવામાં ન આવતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ફરી એકવાર રાજકોટ શિક્ષણ સમિતિના કાર્યાલયમાં ચેરમેન અતુલ પંડિતને નિવેદન આપી સમગ્ર કૌભાંડ મામલે સ્પષ્ટતા કરવા અથવા ચેરમેન પદ પરથી રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. રાજકોટ આમ આદમી પાર્ટીના સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા તેમજ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આજથી આશરે દોઢ માસ પૂર્વે શિક્ષકોના ગણવેશમાં ખૂબ મોટાપાયે કૌભાંડ થયું હોવાનું સમાચાર પત્રોના માધ્યમથી સામે આવેલ, જેમાં હલકી ગુણવત્તાનો ગણવેશ ફરજિયાત સૂચવેલ દુકાન પરથી જ ખરીદી કરવી વગેરે જેવો વિવાદ થયેલ, તેમજ જે દુકાન પરથી ગણવેશ લેવાનું ફરમાન કરવામાં આવેલ તે દુકાન પણ કોઈ સમિતિ સાથે જોડાયેલ વ્યક્તિની હોવાનું જાણવા મળેલ. આ ગણવેશ માટે એક શિક્ષક દીઠ આશરે રૂા. 5500ની ફાળવણી કરવામાં આવેલ. તેમાં પણ આ રકમની ગ્રાન્ટ ખરેખર શાળાના ડેવલોપમેન્ટ પાછળ વાપરવાની હતી તેના બદલે આમ શિક્ષક-આચાર્યના ગણવેશ પાછળ ફાળવવી અયોગ્ય છે. આમ આવા તમામ મુદ્દે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આપનો આ સમગ્ર પ્રકરણમાં હાથ હોય તેવા આપ ઉપર આક્ષેપો થયેલ. તેનો ખુલાસો કર્યા વગર તમો 40 દિવસની રજા ઉપર બહારગામ જતાં રહેલ. આ ઉપરાંત શહેરના પોશ વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળા નંબર 93ને ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. કરીને દત્તક આપવામાં આવેલ. જેમાં પણ આપની ગેરહાજરીમાં વિવાદ થયેલ અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યએ રસ્તા ઉપર ઉતરવું પડેલ. જે શાળા વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે ચાલતી હોય તેને આમ ખાનગી સંસ્થાને સોંપવી અયોગ્ય છે. વિવાદ થતાં ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. રદ કરવા ખાતરી આપેલ, જે પણ આપની ગેરહાજરીમાં હજુ સુધી રદ થયેલ નથી.

અતુલ પંડિતે આપનાં કાર્યકરો પર પોલીસ મારફતે દમન ગુજાર્યું
આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ગાંધીચીંધ્યા માર્ગે ચેરમેન અતુલ પંડિતને આવેદનપત્ર આપવા પહોંચવાના હતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે પહોંચે તે પહેલાં જ અતુલ પંડિતે પોલીસ બોલાવી લીધી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલયમાં આવતાની સાથે જ ટૂંકસમયમાં તેમની અટકાયત કરાવી દીધી હતી એટલું જ નહીં, આ અટકાયતમાં આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ઘવાયા પણ હતા. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે પોલીસ મારફતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર દમન ગુજાર્યું હતું અને આ ઘટનાના પડઘા પળવારમાં છેક દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયા હોય તેમણે પણ સમગ્ર મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને સમગ્ર મામલે તપાસ સોંપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પંડિતે લાજ-શરમ નેવે મૂકી : મારા પર આક્ષેપો છે, સાબિત થયા નથી
આમ આદમી પાર્ટી રાજકોટ સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા, શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને વિવિધ ગડબડ, ગોટાળા અને ગોલમાલ અંગે આવેદનપત્ર આપી સમગ્ર મામલે કેટલાંક સવાલો કર્યા હતા ત્યારે અતુલ પંડિતે તમામ લાજ-શરમ નેવે મૂકી બેશર્મીથી કહ્યું હતું કે, મારા પર આક્ષેપો છે પણ સાબિત થયા નથી. મતલબ કે, રાજકોટ શિક્ષણ સમિતિ કે તેમના ચેરમેનને પોતાના પર થઈ રહેલા આક્ષેપો મામલે જરા પણ ગંભીરતા નથી. લાજવાને બદલે ગાજતા ફરતા પંડિત પોતે નિર્દોષ હોય તો ખુલાસો કેમ કરતા નથી એ સૌ કોઈ જાણે જ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રૂપિયાનું પણ કૌભાંડ નથી થયું એ વાત અતુલ પંડિતના શબ્દો જેટલી જ ખોટી છે. અતુલ પંડિતે કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા તથા દિપક સાગઠિયા સાથે મળી ક્યાં, કેટલું અને કેવું-કેવું સાચું-ખોટું કર્યું છે એ ઓપન સિક્રેટ છે.

ભાજપની નેતાગીરી કેમ ખામોશ? અતુલ પંડિત પર આટલી મહેરબાનીનું કારણ શું?
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા તેમજ તેના સાથી દિપક સાગઠિયા સાથે મળી આચરેલા કૌભાંડ ભાજપ માટે બોજરૂપ બની ગયા છે. આમ છતાં ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સતત અતુલ પંડિત એન્ડ કંપનીના પાપ ઢાંકવાની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યો છે. જો ભાજપના આ ’વહિવટ’દારો પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે તો તેમના પર પોલીસ મારફતે દમન ગુજારવામાં આવે છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ન માત્ર ખાસ-ખબર પરંતુ વિવિધ પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડો અંગેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે છતાં પણ કોણ જાણે કેમ ભાજપની નેતાગીરી રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગેરવહિવટ મામલે ખામોશ છે અને અતુલ પંડિત પર મહેરબાની દર્શાવી રહી છે એ સૌથી મોટો સવાલ છે.

ચૂંટણી માથા પર છે ત્યારે પંડિતની લીલા પાર્ટી માટે બોજરૂપ: છતાં નેતૃત્વ દ્વારા સતત પંડિતનાં પાપ ઢાંકવાની પ્રવૃત્તિ ચાલું

તાજેતરમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળા નં. 69ના મેદાનમાં આવેલ સરકારી શાળાનું બિલ્ડિંગ જેને પ્રયાસ નામની ખાનગી સંસ્થાને સોંપવમાં આવેલ છે જેમાં વિવાદ ઉત્પન્ન થયેલ છે ત્યારે આમ સરકારી શાળા તેમજ તેના કોઈ ભાગને ખાનગી સંસ્થાને સોંપવું ખૂબ નિંદનીય બાબત છે. આમ, ગણવેશ કૌભાંડ તેમજ શાળા નંબર 93ના વિવાદ સામે અમો આમઆદમી પાર્ટી દ્વારા 5 ઓગસ્ટના રોજ મ્યુનિ. કમિશનર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી કે સમગ્ર બાબતની તપાસ કમિટીની રચના કરીને કાયદેસર તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવી દોષિતોને સજા કરવામાં આવે, પરંતુ ખૂબ દુ:ખ સાથે કહેવું પડે છે કે જે બાબતે કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં આવેલ નથી તેથી અમો આમઆદમી પાર્ટી શિક્ષણ સેલ તેમજ વિદ્યાર્થી પાંખ સી.વાય.એસ.એસ.ની સ્પષ્ટ માંગ છે કે આ તમામ મુદ્દે યોગ્ય તપાસ થાય અને તમારા ઉપર જે કંઈ આરોપ છે, જો તે ખોટા હોય તો તેનો તમો ખુલાસો કરો અને જો તે આરોપ સત્ય હોય તો આપ જે પદ ધરાવો છો તેની ગરિમા જળવાઈ રહે તે માટે તેના ઉપરથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપો. એવું નિવેદન આજરોજ આમ આદમી પાર્ટીએ આપ્યું છે.

રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો મામલે આપના કાર્યકરોનું આવેદનપત્ર અને અટકાયતનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક

રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી- ઉધરસના 635 અને તાવના 711 કેસ

રાજકોટ કંટ્રોલ રૂમના ACP વી.જી.પટેલ નિવૃત્તિના એક દિવસ પૂર્વે ડિસમિસ !

બસપોર્ટમાં ગોલ્ડ સ્પામાં ચાલતું સેક્સ રેકેટ પકડાયું: ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ પાડી

TAGGED: ATULPANDIT, dineshsadadiya, DIPAKSAGATHIYA, KIRITPARMAR, RAJKOTEDUCATIONCOMMITTEE, scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાતિવાદ નાબૂદ કરીને ક્રાંતિ કરનાર સંપ્રદાય: જાતિવાદની ચુંગાલમાં?
Next Article ૨૩ થી ૨૫ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ખ્યાતનામ આખના તબીબો રાજકોટમાં કરશે વિચાર મંથન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો
મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?
મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી- ઉધરસના 635 અને તાવના 711 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?