સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવાના અધિકાર પર એક મોટી ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવાના અધિકાર પર એક મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું છે કે, ચૂંટણી લડવાનો અધિકાર ન તો મૌલિક અધિકાર છે અને ન તો તે સામાન્ય કાયદો પણ આ કાયદા દ્વારા આપવામા આવેલો અધિકાર છે. આ ટિપ્પણી સાથએ જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની પીઠે વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અનુમતિ અરજીને ફગાવી દીધી હતી. આ દરમિયાન પીઠે કહ્યું કે, કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે છે કે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની સાથે ચૂંટણી આચરણ નિયમ 1961માં પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારના નામને પ્રસ્તાવિત કરવાની વ્યવસ્થા છે. કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિ આ શરત સાથે પોતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન બતાવી ન શકે.
- Advertisement -
હકીકતમાં જોઈએ તો, અરજીકર્તા વિશ્વનાથ પ્રતાપ સિંહે પોતાની અરજીમાં કહ્યું કે, 21 જૂન 2022થી 1 ઓગસ્ટ 2022 સુધી સેવાનિવૃત થનારા સભ્યોની સીટો ભરવા માટે 12 મે 2022ના રોજ રાજ્યસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામા ંઆવ્યું હતું અને ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31મે હતી. અરજીકર્તાએ આ ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. જો કે, તેમના નામનો પ્રસ્તાવ કરનારા યોગ્ય પ્રસ્તાવક વિના ઉમેદવારી ફોર્મ દાખલ કરવાની મંજૂરી મળી નહોતી.
આ મામલામાં તેમણે ભારતીય ચૂંટણી પંચના નોટિફિકેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં પ્રસ્તાવક હોવાની ફરજિયાત ગણાવ્યું હતું. મામલામાં તેમણે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે, તેમના ભાષણ અને અભિવ્યક્તિના મૌલિક અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. જો કે, હાઈકોર્ટે તેમનો આ તર્ક રદ કરી દીધો હતો. ત્યાર બાદ વિશ્વનાથ પ્રતાપ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી હાઈકોર્ટના 10 જૂનના આદેશને પડકાર આપતી અરજી કરી હતી. આ અરજીમાં સુનાવણી કરતા ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની પીઠે તેને રદ કરી દીધી હતી.