અમેરિકાને સૌથી મોટો ફટકો પડવાનો ભય : 2050 સુધીમાં જળ આધારિત કુદરતી આફતો વધવાનો રીપોર્ટ
ક્લાયમેટ ચેન્જની અસર દુનિયાભરમાં પડી રહી છે.નવા-નવા સંકટો સર્જાય રહ્યા છે. ત્યારે પૂર તથા પાણીજન્ય આપતિઓથી વિશ્વના અર્થતંત્રને 2050 સુધીમાં 5.6 ટ્રીલીયન ડોલરનું નુકશાન થવાનો ચોંકાવનારો રીપોર્ટ જારી થયો છે.
- Advertisement -
ચાલુ વર્ષે યુરોપમાં દુષ્કાળને કારણે ખેતી ઉત્પાદન પર જોખમ સર્જાયું છે. દક્ષિણ કોરિયા-પાકિસ્તાન જેવા રાષ્ટ્રોમાં પૂરથી હાહાકાર સર્જાયો છે. ભારતમાં પણ અનેક ભાગોમાં ભારે વરસાદનો કહેર છે. દુનિયાભરમાં વાવાઝોડા, પૂર, દુષ્કાળ અને અત્યાધિક વરસાદ જેવી આફતોથી 2050 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને 5.6 ટ્રીલીયન ડોલરનું નુકશાન થઇ શકે છે.
બ્રુસેલ્સ સ્થિત સેન્ટર ફોર રીસર્ચ ઓન એપીડેમીઓલોજી ઓફ ડીઝાસ્ટરના રીપોર્ટ પ્રમાણે જળ આધારિત આફતોથી અર્થતંત્રને અબજો ડોલરનું નુકશાન થતું હોય છે. ગત વર્ષે દુષ્કાળ, પૂર, અને વાવાઝોડાઓથી 224 અબજ ડોલરથી વધુનું નુકશાન થયું હતું. કલાયમેટ ચેન્જની અસર હેઠળ આવતા વર્ષો-દાયકાઓમાં દુષ્કાળ-અત્યાધિક વરસાદ જેવા ઘટનાક્રમો વધે તેમ હોવાના કારણોસર આર્થિક નુકશાનમાં ખૂબ મોટો વધારો થવાનો જાય છે. વધુ પડતુ કે ઓછું જળ માનવીય સમાજ માટે વિનાશક સાબીત થાય છે.
એજન્સી દ્વારા ભિન્ન આર્થિક કલાયમેટ હાલત ધરાવતા સાત દેશોમાં જળજોખમનો અભ્યાસ-વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન, કેનેડા, બ્રિટન, ફીલીપીન્સ, સંયુક્ત આરબ અમિરાત તથા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ હાથ ધરાયો હતો. વૈશ્વિક ઇન્સ્યોરન્સ ડેટા તથા વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે નિષ્ણાંતો દ્વારા જળ હોનારતોથી સંભવિત નુકશાનનો અંદાજ મુક્યો છે.
- Advertisement -
વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાને 2050 સુધીમાં 3.7 ટ્રીલીયન ડોલરનું નુકશાન થઇ શકે છે. સાથોસાથ જીડીપીને 0.5 ટકાનો પટકો પડી શકે છે. દુનિયાના બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર ચીનને 1.1 ટ્રીલીયન ડોલરની નુકશાનીનો અંદાજ મુકાયો છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે પાંચ વેપાર-ક્ષેત્રો ટોચ પર છે તે પેકી મેન્યુફેકચરીંગ તથા ડીસ્ટ્રીબ્યુશનને જ 4.2 ટ્રીલીયન ડોલરનો ફટકો પડી શકે છે. કારણ કે આ ક્ષેત્રોમાં પાણીની જરુરિયાત મોટી હોય છે. પાણીની અછતથી ઉત્પાદન ખોરવાઈ શકે છે જ્યારે વાવાઝોડા-પૂરથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાયને ફટકો પડી શકે છે. આ સિવાય કૃષિ ક્ષેત્રને 2050 સુધીમાં 332 અબજ ડોલરનું નુકશાન થઇ શકે છે. આ સિવાય રીટેઇલ, બેકીંગ તથા એનર્જી ક્ષેત્રને પણ મોટા પડકારનો સામનો કરવો પડે તેમ છે.