નિવૃત PSI જનકસિંહ વાઘેલાનાં પુત્ર વીરૂ વાઘેલા સામે આંગળી ચિંધતો પરિવાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહેતા લાભુભાઈ સોનારાની રાજકોટમાં જ રહેતી પરણિત પુત્રી જાગૃતિ કિશન મકવાણા છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી ગૂમ છે, આજ સુધીમાં જાગૃતિના પરિવારજનો કે પતિપક્ષથી લઈ પોલીસ પણ તેની ભાળ શોધી શક્યું નથી. આ અંગે લાપતા જાગૃતિના પિતા લાભુભાઈ સોનારાએ ત્રણ મહિના અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન અને હાલમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક અરજી કરી છે જેમાં અરજદાર લાભુભાઈ સોનારાએ જણાવ્યું છે કે, તેમની દીકરી જાગૃતિને એક રીટાયર્ડ પી.એસ.આઈ. જનકસિંહ વાઘેલાનો પુત્ર વીરૂ વાઘેલા અપહરણ કરી લઈ ગયો છે અથવા તેને જાનથી મારી નાખી છે.
- Advertisement -
વીરૂ ના પરિવારજનોએ જાગૃતિના પરિવારજનો પાસે સ્વીકાર્યું કે વીરૂ અને જાગૃતિ વચ્ચે છે સંબંધો
લાભુભાઈ સોનારાની પુત્રી જાગૃતિ ગાયબ થઈ જતા તેમણે અને તેમના પરિવારજનોએ જાગૃતિના સાસરીયા પક્ષ તથા વીરૂ વાઘેલાના પિતા-પત્નીનો સંપર્ક સાધ્યો હતો આ દરમિયાન વીરૂ વાઘેલાના પિતા-પત્નીએ જાગૃતિના ભાઈને જણાવ્યું હતું કે, વીરૂ અને જાગૃતિ વચ્ચે સંબંધો હતા. બંને એકબીજાને પ્રેમ કરે છે. જોકે હાલ વીરૂ અને જાગૃતિ ક્યાં છે તે ખબર નથી તેવું વીરૂ વાઘેલાના પરિવારજનોનું કહેવું હતું પરંતુ વીરૂ વાઘેલાના પરિવારજનોએ જાગૃતિના પરિવારજનો પાસે સ્વીકાર્યું હતું કે વીરૂ અને જાગૃતિ વચ્ચે સંબંધો છે.
ન્યાય માટે ભટકતાં જાગૃતિનાં પરિવારને ક્યારે ન્યાય મળશે?
લાભુભાઈ સોનારાએ રાજકોટ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મારે ત્રણ સંતાન છે જેમા એક પુત્રી નામે “જાગૃતિ” જેના એક વર્ષ અગાઉ કિશન માંડણભાઈ મકવાણા રહે. લક્ષ્મીવાડી મેઈનરોડ, શ્રીજી એપાર્ટમેન્ટ, સ્વામીનારાયણ ફરસાણની સામે, રાજકોટવાળા સાથે લગ્ન થયેલા હતાં. મારી પુત્રીના લગ્ન પહેલા, તેણીને રીટાયર્ડ પી.એસ.આઈ. જનકસિંહ વાઘેલાના પુત્ર વીરૂ વાઘેલા, 2હે. માધાપર ચોકડી, રાજકોટવાળા સાથે મિત્રતાના સંબંધ હતાં. લગ્ન બાદ તેઓએ આ સંબંધનો અંત લાવી દીધેલો હતો. મારી પુત્રી જાગૃતિને તેના સાસરીયા પક્ષના મેણાટોણા મારી માનસિક તેમજ શારીરિક દુ:ખ ત્રાસ આપતા હતાં જે બાબતે મારી પુત્રીએ મને જાણ કરેલી હતી. ત્યારબાર છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીનો કોઈ અતોપતો નથી. હાલ તે કયાં છે, જીવે છે કે મરી ગઈ છે તે બાબતે અમો કશું જાણતા નથી. અમોએ તેઓના સાસરીયા પક્ષને પૂછતા તેઓ કહે છે કે અમોને કાંઈ જાણ નથી, પરંતુ અમોને શંકા છે કે તેનું અપહરણ થયું છે અથવા તો મારી નાંખી છે. મારી પુત્રીએ છેલ્લે પોતાનામાંથી વીરૂ વાઘેલાને ફોન કરેલો હતો, અમોને દહેશત છે કે આ વીરૂ વાઘેલા એ અમારી પુત્રીનું અપહ2ણ કરેલું છે, આ વીરૂ વાઘેલા મારી પુત્રીને લગ્ન પહેલા પણ અવારનવાર ફોન કરતો હતો અને હેરાન-પરેશાન કરતો હતો. અમો અ2જદા2ની પુત્રી પરિણીત હોય અને વીરૂ વાઘેલા પોતે પણ પરિણીત હોવા છતાં મારી પુત્રીને લગ્નેતર સંબંધો રાખવા માટે બ્લેક મેઈલ કરી મજબુર કરે છે. આ વીરૂ વાઘેલાના પિતા નિવૃત્ત પી.એસ.આઈ. હોય અને તેનો મોટો ભાઈ પણ હાલ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફ2જ બજાવતો હોવાથી અમોને તેના વિરૂધ્ધ પોલીસ ખાતામાં ફરિયાદ ક2તા અમારૂ કોઈએ કંઈ સાંભળેલ નહીં અને વીરૂ વાઘેલા વિરૂધ્ધ કોઈ પગલા ભ2વામાં આવેલ નથી. મારી પુત્રી છેલ્લા ત્રણ મહિનાથી ગુમ થયેલ હોય અમોને શંકા છે અને પુરી દહેશત છે કે તેનું અપહરણ થયેલ છે અથવા તેણીને મારી નાંખેલ છે. તેથી આ માટે જવાબદાર તેના સાસરીયા પક્ષના તમામ સભ્યો તથા આ વીરૂ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેઓને પકડી કાયદાનું ભાન કરાવી અમોને અમારી પુત્રી જાગૃતિની ભાળ મેળવી આપવાની વિનંતી અરજદાર લાભુભાઈ સોનારાએ રાજકોટ પોલીસ કમિશનરને અરજીમાં કરી છે.
- Advertisement -
વીરૂએ જાગૃતિને ગીરના રિસોર્ટમાં રાખી હોવાની પરિવારજનોને શંકા
છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી પોતાની લાપતા દીકરીને દરબદર ગોતતા ભટકતા ફરતા લાભુભાઈ સોનારાએ ખાસ-ખબર કાર્યાલય પર આવીને જણાવ્યું હતું કે, મારી પુત્રીએ છેલ્લે પોતાનામાંથી વીરૂ વાઘેલાને ફોન કરેલો હતો, જાગૃતિના લગ્ન પહેલા અને લગ્ન બાદ પણ વીરૂ વાઘેલા અવારનવાર તેને ફોન-મેસેજ કરતો હતો. વીરૂ જાગૃતિની પાછળ પડી ગયો હતો. નિવૃત પીએસઆઈ જનકસિંહ વાઘેલાનાં પુત્ર વીરૂ વાઘેલા અને તેના ભાઈને ગીરમાં એક રિસોર્ટ છે અને અમને શંકા છે કે મારી પુત્રી જાગૃતિનું અપહરણ કરીને વીરૂ વાઘેલા તેને ગીરમાં પોતાના રિસોર્ટમાં લઈ ગયો છે અથવા ત્યાં લઈ જઈ તેણે તેને મારી નાંખી છે. અમે બધે તપાસ કરી લીધી, જાગૃતિ ક્યાંય નથી, વીરૂને જ તેની ભાળ હોવી જોઈએ.
ભક્તિનગર પોલીસની ત્રણ મહિનામાં જાગૃતિને શોધખોળ કરવાની કામગીરી શૂન્ય
જાગૃતિ કિશન મકવાણા નામની વ્યક્તિ પોતાના સાસરીયાના ઘરથી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાયબ થઈ જતા જાગૃતિના પિતા લાભુભાઈ સોનારાએ સૌ પ્રથમ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી ગૂમ થયા, તેના અપહરણ થયા અથવા તેને જાનથી મારી નાખ્યાની અરજી કરી હતી. આ અરજીમાં તેમણે પોતાની દીકરીને સાસરીયા પક્ષ ત્રાસ દેતા હોવા અંગેની તેમજ નિવૃત્ત પી.એસ.એસ.નો પુત્ર વીરૂ વાઘેલાએ તેનું અપહરણ કર્યું હોવા તેમજ જાનથી મારી નાખવાનું જણાવ્યું છે. એટલે જ નહીં જાગૃતિએ ગૂમ થયા અગાઉ અંતિમ ફોન વીરૂ વાઘેલાને કર્યો હતો. આમ છતાં આજ દિન સુધી લાભુભાઈ સોનારાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરેલી પોતાની દીકરી જાગૃતિના ગૂમ થવા અંગેની અરજીમાં કોઈ કાર્યવાહી જ કરી નથી! ફરિયાદ નોંધવાની વાત દૂર, કોઈ તપાસ પણ હાથ ધરી નથી. ભક્તિનગર પોલીસની ત્રણ મહિનામાં જાગૃતિને શોધખોળ કરવાની કામગીરી શૂન્ય છે. જો ભક્તિનગર પોલીસ થોડો પણ રસ લઈ જાગૃતિના ફોન કોલ્સ, લોકેશન અને વીરૂ વાઘેલાના ફોન કોલ્સ, લોકેશન તપાસ કરતી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું. અફસોસ એવું ન થયું જોકે હવે જાગૃતિના પિતા તથા પરિવારજનોને આશા છે કે રાજકોટ પોલીસ કમિશનર આ અંગે રસ લઈ તેમની ગૂમ થયેલી દીકરી જાગૃતિ જીવે છે કે મરી ગઈ છે તેની ભાળ શોધી કાઢશે.