બાઈડને છ મહિનામાં નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકન સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસ સામે 30મી સપ્ટેમ્બર પહેલાં 2.80 લાખ ગ્રીનકાર્ડ ઈન્યૂ કરવાનો પડકાર સર્જાયો છે. નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં આ પેન્ડિંગ અરજીઓનો નિકાલ જરૂરી છે.
- Advertisement -
અમેરિકાના પ્રમુખ જો બાઈડને માર્ચ મહિનામાં ઈમિગ્રેશન એજન્સીને ગ્રીનકાર્ડને લગતી તમામ અરજીઓનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. લગભગ 2.80 લાખ અરજીઓ પેન્ડિંગ છે. મહામારીના કારણે રોજગાર આધારિત ગ્રીનકાર્ડની અસંખ્ય અરજીઓનો નિકાલ થયો ન હતો, હવે એ અરજીઓનો નિકાલ કરવાનું ભારણ વધ્યું છે. અમેરિકન ઈમિગ્રેશન એજન્સી પાસે એપ્રિલ માસમાં ઈન્ટરવ્યૂ માટે 4.21 લાખ અરજીઓ પેન્ડિંગ હતી. એમાંથી છેલ્લા તબક્કામાં પહોંચી ગયેલી 2.80 લાખ જેટલી અરજીઓ ઈશ્યૂ કરવાની બાકી છે. 30મી સપ્ટેમ્બર પહેલાં આ અરજીઓનો નિકાલ કરવાનો પડકાર સર્જાયો છે. અત્યારે અમેરિકન ઈમિગ્રેશન સર્વિસ એજન્સી ગત વર્ષે સપ્તાહમાં જેટલી અરજીનો નિકાલ કરતી હતી એનાથી બમણી અરજીઓનો નિકાલ કરી રહી છે. મે-2022માં અમેરિકન એજન્સીઓએ 1.49 લાખ વિઝાની અરજી પર કામ કર્યું હતું.