ધ્રોલ, જોડીયામાં 5-5 ઇંચ ખાબકયો: કોટડા સાંગાણીમાં 4, જામનગરમાં 4, આટકોટમાં 3 ઇંચ: મોરબી, અમરેલી, ઝાલાવાડમાં પોણાથી 3 ઇંચ પાણી પડયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઇકાલે પણ મેઘરાજા મહેરબાન રહયા હતા. અને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 1થી 5 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. પ્રાપ્ત વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલ જોડીયા ખાતે સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડયો હતો. જામનગર શહેરમાં 4 અને કાલાવડમાં 2 ઇંચ વરસાદ થયો હતો. જયારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે 4.5 ઇંચ, ગોંડલમાં અઢી, જેતપુર, જસદણ, જામ કંડોરણામાં 0ાા ઇંચ, ધોરાજી અને પડધરીમાં પોણો તથા લોધીકા ખાતે 3.5 ઇંચ વરસાદ છેલ્લા 234 કલાકમાં નોંધાયો હતો. તેમજ આટકોટ ખાતે 3 ઇંચ વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 1થી 2ાા ઇંચ, વરસાદ પડયો હતો. થાનગઢમાં 2, ચુડામાં 2ાા, ચોટીલામાં 1, દસાડામાં 1, ધ્રાંગધ્રામાં 1ાા, પુર્વીમાં 1 તથા સાયલા અને વઢવાણમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. તેમજ મોરબીના માળીયા ટંકારામાં 2ાા ઇંચ, મોરબી શહેરમાં દોઢ અને હળવદ વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત દ્વારકાના ખંભાળીયા ખાતે પણ દોઢ ઇંચ વરસાદ પડયો હતો. તથા પોરબંદરમાં માત્ર ઝાપટા વરસ્યા હતા.
- Advertisement -
ભાદર-2 ડેમ ઓવરફલો થયો, 37 ગામને એલર્ટ
ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવર ફ્લો થતા ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવીયો છે. ભાદર 2 ડેમમાં 1348..39ક્યુસેક પાણી ની આવક સામે 1348..39 ક્યુસેક પાણી ની જાવક છે. ભાદર ડેમ સાઈટ ના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ધોરાજી તાલુકા ના ચાર ગામ ભોળા. ભોળ ગામડા. છાડ વાવડર. સુપેડી. એલર્ટ કરાયા છે ઉપલેટાના 15 ગામ કુતિયાણાના 19 ગામ અને પોરબંદરના 4 ગામોને એલર્ટ કરવામાં આવિયા છે. ભાદર 2 ડેમ સાઈટ ઉપર આવતા 37 ગામો ને એલર્ટ કરવામાં આવિયા લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઇ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
ગોંડલમાં અવિરત મેઘમહેર: સેતુબંધ ડેમ ઓવરફ્લો
ગોંડલમાં દિવસભરના મેઘાવી માહોલ વચ્ચે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે અને હળવા જાપટા રુપે દિવસભર વરસાદ વરસ્યો હોય ટાઢોળુ છવાયુ હતું. રાત્રીના પણ મેઘવર્ષા ચાલુ રહેતા સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રાજમાર્ગોપર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય હતા. ઉપરવાસના વરસાદથી વેરી તળાવ, આશાપુરા ડેમ તથા સેતુ બંધમાં નવા નીર આવ્યા હતા. આ જળાશયો ઓવરફલો થવાની તૈયારીમાં હોય તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાયા છે. સવારથી વરસાદ વરસવો શરુ છે. ગોંડલ સુરેશ્વર મંદિર ચોકડી થી મોવિયા રોડ ચોકડી સુધી વચ્ચે આવતા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતો સેતુબંધ ડેમ ઓવર ફલો સેતુબંધ ડેમ ઓવરફલો થતા ગોંડલ વાસીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઇ છે.
જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો
જામકંડોરણામાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં પોણો ઈંચ વરસાદ પડેલ છે આ સાથે મોસમનો કુલ વરસાદ 401 મીમી થયેલ છે. આ વરસાદના સારા રાઉન્ડથી સમગ્ર જામકંડોરણા પંથકમાં ચેકડેમો, તળાવો, ફોફળ ડેમ 0.50 ફૂટે ઓવરફલો થઈ રહ્યો છે. આ ડેમથી નીચેના વિસ્તારના દુધીવદર, તરવડા, ઈશ્ર્વરિયા ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ છે.
- Advertisement -
રાજુલા પંથકમાં દોઢ ઈંચ વરસાદ
રાજુલા પંથકમાં અષાઢ મહિનામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગની હળવા થી ભારે વરસાદ પડવાની આગાહી મુજબ રાજુલા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મામલતાર ઓફીસ માથી મળતી માહિતી મુજબ ગઈ કાલ રાત ના 10 વાગ્યા સુધી મા છેલ્લા 24 કલાકમાં 33મીમી વરસાદ પડ્યો છે અને હાલ ચાલુ સિજન નો કુલ વરસાદ 153 મીમી જેટલો વરસાદ નોંધાયો છે આ વરસાદ પડતા જગત તાત ખેડૂતોમા હર્ષની લાગણી અને ખુશી ફેલાઈ પ્રસરી જવા પામી છે.
ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા.12, 13 અને 14 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામા આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની રાહબરી હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમગ્ર ટીમ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ કરી રહી છે.