સુપ્રીમ કોર્ટમાં આજે વિજય માલ્યાના કેસ પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. તેની સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે દંડ ન ચુકવવાના કેસ પર બે મહિનાની વધારાની સજા પણ સંભળાવી છે. તેની સાથે વિદેશમાં ટ્રાંસફરમાં કરવામાં આવેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડીયામાં ચુકવવાનો આદેશ પણ આપ્યો છે.
- Advertisement -
વિજય માલ્યાને 2017માં જ સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, સજા હવે સંભળાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય માલ્યાએ અવમાનના માટે કોર્ટ સક્ષમ માફી માગી નથી. સુપ્રીમ કોર્ટે ભાગેડૂ વેપારીને 4 અઠવાડીયાની અંદર વ્યાજ સહિત 40 મિલિયન અમેરિકી ડોલર પાછા જમા કરાવવા માટે કહ્યું છે. આવા કરવામાં નિષ્ફળ રહેતા વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિજય માલ્યાને વધુમાં વધુ સજા આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ ન ફક્ત વિદેશી ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાને કોર્ટમાં ખોટી જાણકારી આપી છે, પણ તેણે 5 વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર પણ થયો નથી, બે હજારનો દંડ નહીં ભરવા પર વધારાની બે મહિનાની સજા આપવામાં આવશે.